Site icon Gujarat Mirror

સૈફુલ્લાહ ગ્રૂપના ત્રણ સહિત કુલ આઠ આતંકવાદી સૈન્યે ખત્મ કર્યા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં રવિવારે માર્યા ગયેલા ત્રણેય આતંકીઓની ઓળખ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જૈશ-એ-મોહમ્મદના સૌથી ખતરનાક આતંકીઓનું આખું ગ્રુપ ખતમ થઈ ગયું છે. માર્યા ગયેલા આતંકીઓમાં સૈફુલ્લાહ, ફરમાન અલી અને બાશા ઉર્ફે હુરૈરા સામેલ છે. કિશ્તવાડ પોલીસે ગયા વર્ષે આ ત્રણેય પર પાંચ-પાંચ લાખ રૂૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

ઘાટીમાં આ ત્રણ આતંકીઓના મોત બાદ હવે જૈશ-એ-મોહમ્મદનું ’સૈફુલ્લાહ ગ્રુપ’ સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે. છેલ્લા 30 દિવસમાં ભારતીય સુરક્ષા દળોએ ગુપ્તચર વિભાગની મદદથી આ ખતરનાક ગ્રુપના બાકી રહેલા તમામ આઠ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. તેને સુરક્ષા દળોની એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. ખીણમાં હવે જૈશ એ મોહમ્મદના કોઇ ખુંખાર આતંકવાદીઓ ન હોવા છતાં કાશ્મીરમાંથી જૈશને ધરમુળથી ઉપાડી ફેંકવા માટે વધુ પ્રયાસો કરવા પડશે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકી મોડ્યુલને સંપૂર્ણપણે ખતમ કરવા માટે સેનાની આક્રમક કાર્યવાહી ચાલી રહી છે. આ અંતર્ગત 22 ફેબ્રુઆરીએ કિશ્તવાડ જિલ્લામાં ’ઓપરેશન ત્રાશી-1’ ચલાવવામાં આવ્યું હતું. જેમાં સુરક્ષાકર્મીઓએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. આ અથડામણમાં જૈશનો ટોપ કમાન્ડર માર્યો ગયો હતો.

જમ્મુ-કાશ્મીર પોલીસ અને ઇન્ટરનેશનલ ગુપ્તચર એજન્સીએ સંયુક્ત રીતે આ ઓપરેશન ચલાવ્યું હતું. સર્ચ દરમિયાન તમામ આતંકીઓના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાંથી ત્રીજા આતંકીનો મૃતદેહ દાઝેલી હાલતમાં મળ્યો હતો. ઘટનાસ્થળેથી અઊં-47 અને દારૂૂગોળો સહિત અનેક હથિયારો પણ મળી આવ્યા હતા.
સુરક્ષા એજન્સીઓને આ વિસ્તારમાં 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. સેનાને કિશ્તવાડમાં ચતરુના જંગલો અને રહેણાંક વિસ્તારોની આસપાસ આતંકીઓ હોવાની જાણ થઈ હતી.
, ત્યારબાદ તેમની ઘેરાબંદી કરવામાં આવી હતી.

Exit mobile version