કોન્ટ્રાક્ટરને નાણા નહીં ચૂકવનાર RTOની મિલકત જપ્તીનું વોરન્ટ

રાજકોટ આરટીઓ કચેરીને 40 વર્ષ પહેલા કોન્ટ્રાક્ટરે બે વે-બ્રિજ આપ્યા હતા. જેના 10% બીલ અટકાવવામાં આવ્યુ હતું. જે રકમ વસુલવવા કોન્ટ્રાક્ટરે સુપ્રીમ કોર્ટ સુધી લડત…

રાજકોટ આરટીઓ કચેરીને 40 વર્ષ પહેલા કોન્ટ્રાક્ટરે બે વે-બ્રિજ આપ્યા હતા. જેના 10% બીલ અટકાવવામાં આવ્યુ હતું. જે રકમ વસુલવવા કોન્ટ્રાક્ટરે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી હતી અને લેણી રકમ વસુલવા કરેલો દાવો હાઇકોર્ટે મંજૂર કરી વ્યાજ સાથે રૂા.1.31 કરોડ ચૂકવવા હુકમ કર્યો હતો. જે હુકમનો અનાદર કરતા રાજકોટ સિવિલ કોર્ટે આરટીઓની મિલકત જપ્તીનું વોરન્ટ ઇશ્યુ કર્યુ હતું. કોન્ટ્રાક્ટર કોર્ટ અધિકારીઓ સાથે મિલકત જપ્તી અર્થે આરટીઓ કચેરી ખાતે પહોંચતા આરટીઓ અધિકારીએ વડી કચેરી સાથે પરામર્શ કરવા માટે અપીલ કરતા 15 દિવસની મુદત આપવામાં આવી છે.

આ કેસની હક્કીત મુજબ રાજકોટમાં વર્ષ 1982માં રિગલ સેલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આરટીઓને બે પુલી ઓટોમેટીક વે-બ્રિજ આપવામાં આવ્યા હતા. જેના 10% બીલ આરટીઓ કચેરી દ્વારા અટકાવવામા આવ્યુ હતુ. જે રૂા.52,850ની રકમ વસુલવા કોન્ટ્રાક્ટર વિજય જમનભાઇ વડાલિયાએ રાજકોટ સિવિલ કોર્ટમાં 5 સપ્ટેમ્બર 2000ના રોજ દાવો દાખલ કર્યો હતો. જે દાવાનો ચુકાદો કોન્ટ્રાક્ટરની તરફેણમાં આવ્યો હતો. તેમ છતાં રકમ નહીં ચૂકવાતા મામલો સુપ્રીમ કોર્ટે સુધી પહોંચ્યો હતો. 16 ફેબ્રુઆરી 2024ના રોજ ગુજરાત હાઇકોર્ટે આખરી ચૂકાદો આપ્યો હતો અને બિલની સરત મુજબ વાર્ષિક 18% વ્યાજ અને ત્યારબાદ નિયમ મુજબ વ્યાજ સાથે રકમ ચૂકવવા આદેશ કર્યો હતો.

હાઇકોર્ટેના આદેશ બાદ સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરને વ્યાજ અને ખર્ચ સહિત રૂા.1,31,88,992 રૂપિયા ચૂકવવામાં નહીં આવતા અંતે કોન્ટ્રાક્ટર દ્વારા રાજકોટ સિવિલ કોર્ટેમાં લેણી રકમ વસુલવવા દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જે દાવો ચાલી જતાં સિવિલ કોર્ટે કોન્ટ્રાક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવાઓ અને તેના વકિલ દ્વારા કરવામાં આવેલી દલિલોને ઘ્યાને લઇ આરટીઓ કચેરીની મિલકત જપ્તીની વોરન્ટ કાઢવામાં આવ્યુ હતું. કોર્ટના આદેશના પગલે કોર્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર આરટીઓ કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યા આરટીઓ અધિકારીએ વડી કચેરી સાથે પરામર્શ કરવા માટે અપીલ કરતા 15 દિવસની મુદત આપવામાં આવી છે.

અરજદાર વિજય જમનભાઈ વડાલિયાના જણાવ્યા અનુસાર, તેમની પેઢી ‘રીગલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ’ દ્વારા વર્ષ 1982 માં સરકારને બે ફુલ્લી ઓટોમેટિક વે-બ્રિજ પૂરા પાડવામાં આવ્યા હતા. આ માલસામાનની ચુકવણી અટકી પડતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જેના પરિણામે લગભગ 40 વર્ષ સુધી લાંબી કાનૂની લડાઈ ચાલી હતી. આ કેસ રાજકોટ સિવિલ કોર્ટથી લઈને ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. વિવિધ તબક્કે સરકારની અપીલો ફગાવી દેવામાં આવ્યા બાદ, વર્ષ 2024 માં ગુજરાત હાઈકોર્ટે અંતિમ આદેશ પસાર કરીને કોન્ટ્રાક્ટ એક્ટ અને ઈન્ટરેસ્ટ એક્ટ હેઠળ બાકી રકમ વ્યાજ સહિત ચૂકવી આપવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ વડાલિયાએ તેમના એડવોકેટ વી. કે. પીઠવા મારફતે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી હતી. ચડેલા વ્યાજ સાથે કુલ વસૂલાતપાત્ર રકમ હવે રૂૂ. 1,31,88,992 પર પહોંચી ગઈ છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા નાણાં છૂટા ન કરાતાં આખરે રાજકોટ સિવિલ કોર્ટે જપ્તી વોરંટ જારી કરવાની ફરજ પડી હતી.

પોતાના હકના નાણાં વસૂલવા માટેના 40 વર્ષના સંઘર્ષ દરમિયાન તેમને ભારે આર્થિક અને માનસિક હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નાના ઉદ્યોગો પ્રત્યે સરકારના વલણ સામે સવાલ ઉઠાવતાં તેમણે કહ્યું હતું કે, એક તરફ સરકાર એમએસએમઈ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે અને 30 દિવસમાં ચુકવણી કરવાના પરિપત્રો બહાર પાડે છે, જ્યારે બીજી તરફ કોર્ટના સ્પષ્ટ આદેશો હોવા છતાં વર્ષો સુધી નાણાં ચૂકવવામાં નિષ્ફળ રહે છે. તેમણે નાણાકીય જવાબદારીના અમલીકરણમાં જોવા મળતા બેવડા ધોરણો તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેમણે ટકોર કરી હતી કે સામાન્ય નાગરિકો પાસેથી આરટીઓના રૂૂ. 100 થી રૂૂ. 500 જેવા સામાન્ય દંડની વસૂલાત માટે પણ કડક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ જ્યારે સરકારના પોતાના બાકી લેણાં ચૂકવવાની વાત આવે છે ત્યારે વર્ષો સુધી વિલંબ કરવામાં આવે છે.

આરટીઓ અધિકારીની અપીલ બાદ પખવાડિયાની મુદત અપાઇ
સિવિલ કોર્ટ દ્વારા આરટીઓ કચેરીની મિલકત જપ્તીનું વોરન્ટ કાઢવામાં આવતા કોન્ટ્રાક્ટર અને કોર્ટ અધિકારીઓ આરટીઓ કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે આરટીઓ અધિકારીઓ ઇન્દ્રજીત ટાંક દ્વારા કોર્ટ અધિકારીઓને અપીલ કરવામાં આવી હતી કે, અમને જે નાણા ચૂકવવાના થાય તે બાબતે જપ્તી વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યુ છે. તે જપ્તી વોરન્ટ અંગે વડી કચેરી સાથે પરામર્શ કરી અપીલ કરવા માટે તથા તેની ચૂકવણી કરવા માટે જે પણ હોય તે બાબતે વહિવટી મંજૂરી તથા અપીલ માટેની કાર્યવાહી માટે 15 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો. જે અપીલ બાદ 15 દિવસની મુદત આપવામાં આવી હતી.