Site icon Gujarat Mirror

સાયબર ફ્રોડના 1500 કરોડની હેરાફેરીનું કૌભાંડ, 3ની ધરપકડ

oplus_2097152

રાજકોટ-ગોંડલના બે વેપારીઓએ અનેક લોકોના બેંક ખાતા ભાડે રાખી ફ્રોડના કરોડો રૂપિયા જમા કરાવી રોકડા ઉપાડી લીધા

રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સમન્વય પોર્ટલ તથા NCCRP પોર્ટલ -1930 પરથી મળેલ ડેટા ના આધારે ભારતભરમાં થયેલ 400 કરોડથી વધારેના ટ્રાન્ઝેક્શન મામલે પડધરી પોલીસે ગુનો નોંધી આ મામલે રાજકોટ -ગોંડલ અને પડધરીના સહિતના દસ મ્યુલ એકાઉન્ટ ધારકો સામે રૂૂપિયાની હેરાફેરી કરવા બેંક એકાઉન્ટ ભાડે આપી ગુનો આચર્યો હોવાની ગોંડલ ના બે વેપારી સહીત ના 10 સામે પોલીસે ફરિયાદ નોંધી 6 શખ્સોની ધરપકડ કરી હતી. તપાસમાં રાષ્ટ્રવ્યાપી સાયબર ગુનાખોરી નેટવર્કનો પર્દાફાશ થયો હતો. જેની તપાસમાં 900 કરોડ થી વધુ ની રકમના ટ્રાન્જેક્શન બહાર આવ્યા હતા. પોલીસે આ પ્રકરણમાં વધુ ત્રણ શખ્સોની ધરપકડ કરી તપાસ માં આ ટોળકીએ 1500 કરોડ રૂૂપિયાની હેરાફેરી કરી હોવાનું ખુલ્યું હતું.

ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી સાયબર ગુનાખોરી નેટવર્ક મામલે રાજકોટ ગ્રામ્યના જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું કે, જય મનસુખભાઈ નાદપરા, રૂૂષિત તુલસીભાઈ રૈયાણી, મનીષ છગનભાઈ કમાણી, પ્રવીણસિંહ ભુપતસિંહ પરમાર, મહેન્દ્રસિંહ કલ્યાણજીજાડેજા, આદિલ ઉદીન લાલાભાઈ ઉર્ફે યાજ્ઞીક ઝાલાવાડીયા, હર્ષિલ નીલેશભાઈ શાહ, મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા અને ભરતસિંહ પરમાર સહિતના દસ સામે પડધરી પોલીસમાં ગુનો નોંધાયો હતો. જેમાં જય મનસુખભાઈ નાદપરા,મનીષ છગનભાઇ કામાણી,પ્રવિણસિંહ ભુતપસિંહ પરમાર,મહેન્દ્રસિંહ કલ્યાણજી જાડેજા,મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા અને રૂૂષીત તુલસીભાઇ રૈયાણીની ધરપકડ કરવામાં આવી હતી. ભારતભરના વિવિધ રાજયો માંથી ઓનલાઈન પોર્ટલ મારફત 85 અરજીઓ કરવામાં આવી છે.

રૂૂષિતે તેના મિત્ર હર્ષિલ શાહ સાથે સંપર્ક કરાવી તેના ખાતામાં કરોડોની રકમનું ટ્રાન્ઝેક્શન કરાવેલ હતું. આ ટોળકીએ પૂર્વ આયોજિત કાવતરૂૂ રાખી ગુજરાત સહિત અન્ય રાજ્યના વિવિધ લોકોને લલચાવી, ફોસલાવીછેતરપિંડી આચર્યા બાદ ફોડના નાણા મેળવી બાદ વિવિધ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરી આ સાયબર ફોડના પૈસાને પોતાના આર્થિક લાભ હેતુથી મુળ અપરાધીઓ સુધી આ નાણા પોચે તે માટે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી ગુનો આચર્યો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી છ આરોપીઓની ધરપકડ કરી હતી. પડધરીના મોવિયાની બ્રાન્ચમાં તેમજ અન્ય જગ્યાએ બેંક એકાઉન્ટ ધરાવતા રાજકોટના જય નાદપરા અને મનીષ કામાણીએ આર્થિક ખેંચ દૂર કરવા દેશભરમાંથી સાયબર ફ્રોડ અને ગેમીંગના કરોડો રૂૂપિયા જમાં કરી લાખોનું કમિશન મેળવી લીધું હતું. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય વિસ્તારની બેંકોમાં ખોલાવાયેલ મ્યુલ એકાઉન્ટનો ડેટા આપવામાં આવેલ, જે ડેટાનું સમન્વય પોર્ટલ પર વિશ્ર્લેષણ કરેલ જેમાં એકાઉન્ટ ધારક વિરૂૂધ્ધ 1930 માં કુલ 65 ફરિયાદ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું.

ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સમન્વય પોર્ટલ તથા NCCRP પોર્ટલ ને આધારે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન ધરાવતા બેન્ક એકાઉન્ટ ની માહિતી એકત્રિત કરી તપાસ કરતા આરોપી મનિષ કમાણી તથા જય નાદપરા તથા મિહિર રંગાણી મળી આશરે 900 કરોડ રૂૂપિયાથી વધુની તેના એકાઉન્ટથી હેરફેર કર્યાનું ખુલ્યું હતું. મનિષ કમાણી તથા જય નાદપરાએ તેના બેન્ક એકાઉન્ટ મારફતે લેવડ-દેવડ થયેલ હોય તે તમામ રોકડા રૂૂપિયા ઉપાડી આંગડીયા મારફતે અગાઉના પકડાયેલ આરોપીઓ પ્રવિણસિંહ પરમાર તથા મહેન્દ્રસિંહ જાડેજા તથા મયુરસિંહ વાઘેલા મોટુ કમિશન લઇ તેલંગણાના આદીલુદીન મહમદ મુનીરૂૂદીન મહમદને ટ્રાન્સફર કર્યા હોવાનું ખુલ્યા બાદ આદીલુદીનની ધરપકડ કરી હતી.

તેમજ આ ગુન્હામાં અગાઉ પકડાયેલ આરોપીઓ મનિષ કમાણી તથા જય નાદપરા ના બેન્ક એકાઉન્ટ રાજકોટ કુવાડવા રોડ જય ગુરૂૂદેવ પાર્ક -1 શેરી નં. 2માં રહેતા મીહીરભાઇ રામજીભાઇ રંગાણીને સાયબર ફ્રોડના નાણાને રોકડમાં રૂૂપાંતરીત કરી હેર ફેર કરવા સારૂૂ આપેલ હોવાનું તપાસમાં ખુલેલ હોય અને તે એકાઉન્ટમાં નાણાની લેવડ- દેવડ હિરેનભાઇ લીંબાસીયા મારફતે કરેલ હોય જેથી આ મીહીરભાઇ રામજીભાઇ રંગાણીની પણ ધરપકડ કરી હતી. તેની તપાસમાં આ મિહીર રંગાણી તથા મનિષભાઇ રામાણી હસ્તકના તમામ બેન્ક એકાઉન્ટમાં થયેલ નાણાની લેવડ દેવડ શીવાલય તીરૂૂપતિ પાર્ક -2 નાના મોવા હરિદ્રાર હાઇસ વાળી શેરીમાં રહેતા હિરેનભાઇ અશ્વિન લીંબાસીયાની મધ્યસ્થી થકી થયેલનું તપાસમાં ખુલ્યું હતું.

ગુન્હામાં આરોપીઓએ અલગ અલગ સમય અને સ્થળે પુર્વ આયોજીત કાવતરૂૂ રચી, ગુજરાત રાજય તથા અન્ય રાજયના અલગ અલગ ભોગબનનાર વ્યકિતઓને બદદાનથી કપટપુર્વક લલચાવી તેઓ સાથે સાયબર ફ્રોડ દ્વારા છેતરપીંડી કે ઠગાઇ કરી નાણા મેળવી, ગુન્હો કરેલ છે. આ તપાસ દરમ્યાન અત્યાર સુધીમાં પકડાયેલ આરોપીઓ દ્રારા આશરે 1500 કરોડ રૂૂપિયાની સાયબર ફ્રોડના નાણાનું રોકડમાં રૂૂપાંતર કરી તેની અલગ અલગ માધ્યમથી હેર ફેર કરેલનું તપાસમાં ખુલ્યું હતું.

Exit mobile version