ગુજરાત
ગુરુપુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીનું શુકન સાચવતા ગ્રાહકો
રાજકોટમાં આજે ગુરૂપુષ્ય નક્ષત્રમાં શુભ મુહૂર્તમાં લોકોએ સોનાની ખરીદી કરીને શુકન સાચવ્યુ હતુ. શહેરની સોની બજારમાં તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જ્વેલરીના શોરૂમ ઉપર ભીડ જોવા મળી હતી. જો કે, રેકોર્ડબ્રેક ભાવોના કારણે લોકોએ મોટી ખરીદી કરવાનું ટાળ્યુ હતુ. આજે પણ 24 કેરેટ સોનાના ભાવ રૂા.500 વધીને રૂા.81500 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂા.73 હજાર સુધી બોલાયો હતો. જ્યારે ચાંદીના ભાવમાં કિલોએ 1 હજારનો વધારો થતા ચાંદીના ભાવ 1લાખ 1હજાર સુધી પહોંચી ગયા છે.