CSKની IPL ઇતિહાસમાં સૌથી મોટી જીત, મુંબઇ ઇન્ડિયન્સને 103 રને હરાવ્યું

સંજુ સેમસનની અણનમ 101 રનની શાનદાર ઇનિંગ, અકીલ હુસૈન અને નૂર અહમદે કમાલ કર્યો ચેન્નઈ સુપરકિંગ્સે આઈપીએલમાં ઇતિહાસ રચી દીધો. સીએસકેએ મુંબઈ ઇન્ડિયન્સને આઈપીએલની 33મી…

સંજુ સેમસનની અણનમ 101 રનની શાનદાર ઇનિંગ, અકીલ હુસૈન અને નૂર અહમદે કમાલ કર્યો

ચેન્નઈ સુપરકિંગ્સે આઈપીએલમાં ઇતિહાસ રચી દીધો. સીએસકેએ મુંબઈ ઇન્ડિયન્સને આઈપીએલની 33મી મેચમાં 103 રને હરાવી સિઝનની ત્રીજી જીત નોંધાવી છે. સીએસકેની આ આઈપીએલ ઇતિહાસની સૌથી મોટી જીત છે, વળી મુંબઈની આઈપીએલ ઇતિહાસની આ સૌથી મોટી હાર છે. મુંબઈની સાત મેચોમાં આ પાંચમી હાર છે. સીએસકેની જીતમાં સંજુ સેમસનની નોટઆઉટ સદીનો મહત્ત્વનો રોલ રહ્યો, જ્યારે બોલિંગમાં સ્પિનર અકીલ હુસૈન અને નૂર અહમદે પોતાની ફિરકીમાં મુંબઈના છ બેટ્સમેનોને ફસાવ્યા. સીએસકે તરફથી આપવામાં આવેલા 208 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ 19 ઓવરમાં 104 રન પર સમેટાઈ ગઈ. મુંબઈ તરફથી તિલક વર્માએ 37 તો વળી સૂર્યાએ 36 રન બનાવ્યા હતા.

મુંબઈ ઇન્ડિયન્સની ઇનિંગ્સની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ક્વિંટન ડિ કોક (7), દાનિશ માલેવાર (0) અને નમન ધીર (0) સસ્તામાં આઉટ થઈ ગયા. મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ (36) અને તિલક વર્મા (37) સંઘર્ષ કરતા ઇનિંગ્સને સંભાળવાની કોશિશ કરી, પણ હાર્દિક પંડ્યા (12) અને શેફરન રદરફોર્ડ (0) પણ નૂર અહમદનો શિકાર બન્યા. જેનાથી ટીમ સંકટમાં આવી ગઈ. મુંબઈએ 100 રન પર પોતાની 8 વિકેટ ખોઈ દીધી. ઓવર્ટને મુંબઈની આઠમી, વળી અંશુલ કમ્બોઝે શાર્દુલ ઠાકુરને આઉટ કરી નવમી વિકેટ લીધી. શાર્દુલ છ રન બનાવીને આઉટ થઈ ગયો.

CSK એ સંજુ સેમસન (નોટઆઉટ 101) ના સીઝનની બીજી સદીની મદદથી 6 વિકેટ પર 207 રનનો સ્કોર ઉભો કર્યો. સેમસને ઈંઙકમાં પોતાની પાંચમી સદી માટે 54 બોલ રમ્યા હતા, જેમાં 10 ચોકા અને 6 સિક્સર ફટકારી હતી. ખરાબ શોટ પસંદગી અને એકાગ્રતાની કમીના કારણે સેમસનના સાથી ખેલાડીઓ બીજા છેડે સતત આઉટ થતા રહ્યા, પણ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને શાંતિથી રમતા વાનખેડે સ્ટેડિયમમાં એક યાદગાર ઇનિંગ આપી. ઈજઊંની ટીમ એક સમયે મોટા સ્કોર તરફ આગળ વધી રહી હતી, પણ વચ્ચેની ઓવરમાં ટીમ લડખડાઈ ગઈ. સેમસન સિવાય કોઈ પણ બેટ્સમેન પોતાની સારી શરૂૂઆતને મોટા સ્કોરમાં ફેરવી શક્યો નહીં.

મુંબઈ ઈન્ડિયન્સ માટે જસપ્રીત બુમરાહ (31/1) એ પ્રથમ ઓવરમાં ટાઈટ બોલિંગ કરી, પણ સેમસને એક ચોકો ફટકાર્યો. ત્યારબાદ તેણે હાર્દિક પંડ્યા (38 રન આપી કોઈ વિકેટ નહીં)ની બોલને પેડ્સ પરથી ફ્લિક કરીને એક સિક્સર પણ ફટકારી. ઈજઊંની શરૂૂઆત શાનદાર રહી. કેપ્ટન રુતુરાજ ગાયકવાડ (22) અને સેમસને પાવરપ્લે દરમિયાન હાર્દિકની પ્રથમ બે ઓવરમાં 19-19 રન ઠોકી દીધા. બે વિકેટ પડ્યા છતાં CSK 73 રન બનાવીને મજબૂત સ્થિતિમાં હતી. એવું લાગતું હતું કે ગાયકવાડ ફરી ફોર્મમાં આવી રહ્યો છે. તેણે હાર્દિકની બોલ પર ઓન-સાઈડમાં જોરદાર શોટ ફટકાર્યો અને પછી એક સિક્સર પણ ફટકારી, જેના કારણે બીજી ઓવરમાં કુલ 19 રન થયા.

ત્રીજા ઓવરમાં ગાયકવાડે એ એમ ગજનફર (25 રનમાં 2 વિકેટ) સામે શોટ રમવાનો પ્રયાસ કર્યો, પણ તિલક વર્માએ એક શાનદાર કેચ પકડી લીધો. CSK ટીમમાં રહેલા મુંબઈના ખેલાડીઓ સરફરાજ ખાન (14) અને શિવમ દુબે (05) માટે આ ’ઘર વાપસી’ બિલકુલ પણ યાદગાર રહી નહોતી. સરફરાજે ઓન-સાઈડમાં 2 ચોગ્ગા ફટકાર્યા હોવા છતાં, મિચેલ સેન્ટનરે પછીની જ બોલ વિકેટની લાઈન પર ફેંકી. સરફરાજે પોતાનો ’ટ્રેડમાર્ક’ સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કર્યો, પણ બોલ સીધો વિકેટમાં જ લાગ્યો. નવમી ઓવરમાં ગજનફરની બોલ પર ચોથા નંબર પર રમવા આવેલા ભારતના ઓલરાઉન્ડર દુબેના બેટના અંદર બોલ વાગી સીધી વિકેટમાં જતો રહ્યો.

ડેવાલ્ડ બ્રેવિસે 11 બોલમાં 21 રન માટે કેટલાક શોટ ફટકાર્યા, પણ અશ્વિની કુમાર (37 રનમાં 2 વિકેટ)ની એક શાનદાર શોર્ટ બોલ પર આઉટ થઈ ગયો. બીજી બાજુ, સેમસને સાવચેતી અને આક્રમકતાનો યોગ્ય સંતુલન રાખીને રન બનાવવાનું ચાલુ રાખ્યું. છેલ્લી ઓવરમાં તેણે કૃષ ભગતની બોલ પર કવર ઉપરથી એક શાનદાર છગ્ગો ફટકાર્યો અને છેલ્લા બોલને પુલ કરીને પોતાની સદી પૂરી કરી. CSKના ખેલાડી મુકેશ ચૌધરીની માતાના અવસાનને કારણે હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા હતા.

અમ્પાયરે MIના 13 ખેલાડીને પરવાનગી આપતા હોબાળો
મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની આ મેચ દરમિયાન એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના બની જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કુલ 13 ખેલાડીઓ મેદાન પર રમતા જોવા મળ્યા. આનું એક મહત્વનું કારણ હતું. જોકે, અમ્પાયરના 13મા ખેલાડીને પરવાનગી આપવાથી પણ મોટો હોબાળો થયો હતો. સામાન્ય રીતે ટી20 મેચમાં ટીમ પ્લેઈંગ ઈલેવન ઉપરાંત ફક્ત ઈમ્પેક્ટ ખેલાડીઓનો ઉપયોગ કરે છે, જેનાથી કુલ 12 ખેલાડીઓ બને છે. જોકે, આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ક્ધકશન સબસ્ટિટ્યુટનો પણ આશરો લેવો પડ્યો હતો, જેના પરિણામે 13 ખેલાડીઓ મેચમાં ભાગ લીધો હતો. ન્યુઝીલેન્ડના સ્પિનર મિશેલ સેન્ટનરને મેચ દરમિયાન ઈજા થઈ હતી. પ્રથમ ઇનિંગની 17મી ઓવરમાં કાર્તિક શર્માનો કેચ લેતી વખતે સેન્ટનરને ખભામાં ઈજા થઈ હતી. તે તેના ખભાને પકડીને ચાલતો જોવા મળ્યો હતો. ત્યાં સુધીમાં, તેણે ચાર ઓવર પૂરી કરી હતી, 44 રન આપીને એક વિકેટ લીધી હતી. નિયમો મુજબ, મુંબઈ ઈન્ડિયન્સે શાર્દુલ ઠાકુરને ક્ધકશન સબસ્ટિટ્યુટ તરીકે ટીમમાં સામેલ કર્યો હતો.