ગુજરાતથી ક્રિપ્ટોના 226 કરોડના વ્યવહારોનું આતંકી જૂથ ‘હમાસ’ સાથે કનેક્શન

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમનું મોટું ઓપરેશન, 20 શખ્સોની ધરપકડ, અન્ય સંગઠનોને પણ નાણા આપ્યાનો ઘટસ્ફોટ ડાર્કવેબ મારફતે સાયબર ક્રાઇમ, આતંકી પ્રવૃત્તિ અને ડ્રગ સીન્ડિકેટ સાથે કનેકશનના…

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમનું મોટું ઓપરેશન, 20 શખ્સોની ધરપકડ, અન્ય સંગઠનોને પણ નાણા આપ્યાનો ઘટસ્ફોટ

ડાર્કવેબ મારફતે સાયબર ક્રાઇમ, આતંકી પ્રવૃત્તિ અને ડ્રગ સીન્ડિકેટ સાથે કનેકશનના ડિજિટલ પુરાવા મળ્યા

ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટેકનિકલ ટીમે ક્રિપ્ટો વોલેટ પરની ગતિવિધિઓની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ટીમને એક એવું ક્રિપ્ટો વોલેટ મળ્યું, જેમાં રૂૂ. ₹226.54 કરોડના નાણાકીય વ્યવહારો થયા હતા. આ નાણાંનો મોટો ભાગ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં સંગઠનોનો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ઇઝરાયેલે જેને આતંકી સંગઠન જાહેર કર્યું છે તેવા ’હમાસ’ સંગઠન સાથે પણ નાણાકીય વ્યવહારો થયા હોવાની વિગતો મળતાં તપાસ અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા.

સીઆઈડી ક્રાઈમની ટીમે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં સ્પષ્ટ થયું કે, ચોક્કસ ક્રિપ્ટો વોલેટ દ્વારા આ શંકાસ્પદ આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા છે. આ લેવડદેવડ કરનારા મોટા ભાગના લોકો મુંબઈ તેમજ અમદાવાદના કોટ વિસ્તારના રહેવાસી યુવકો છે. આ બાબત પ્રકાશમાં આવતાં જ સીઆઈડી ક્રાઈમના એસપી રાજદીપસિંહ ઝાલાએ તાત્કાલિક ગુનો નોંધવાની સૂચના આપી હતી. બીજી તરફ, 10 અધિકારીઓની વિશેષ ટીમ બનાવીને તબક્કાવાર 20 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી 6 મુખ્ય આરોપીઓની સઘન પૂછપરછ કરતાં તેમની પાસેથી અનેક ક્રિપ્ટો વોલેટ તથા ડિજિટલ વોલેટ મળી આવ્યા હતા.

પોલીસે આ તમામ વોલેટનું ટેકનિકલ વિશ્ર્લેષણ કરીને મહત્ત્વના પુરાવા એકત્ર કર્યા છે. પકડાયેલા યુવકો ડાર્કવેબ મારફતે આતંકી પ્રવૃત્તિ, ગંભીર સાયબર ગુના, નાર્કોટિક્સ અને ડ્રગ સિન્ડિકેટ સાથે આડકતરી રીતે સંકળાયેલા હોવાની ડિજિટલ ફૂટપ્રિન્ટ અધિકારીઓને મળી છે. આ ઉપરાંત અન્ય કેટલાક પ્રતિબંધિત સંગઠનો સાથે પણ આરોપીઓએ ક્રિપ્ટો વોલેટ મારફતે નાણાંની હેરફેર કરી છે. પોલીસે ઝડપાયેલા 6 મુખ્ય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરી છે.

રિમાન્ડ માંગવા માટે પોલીસે જે મુખ્ય મુદ્દા રજૂ કર્યા છે તેમાં આતંકી ફંડિંગ અને આંતરરાષ્ટ્રીય કાવતરું: આરોપીઓએ સંગઠિત થઈને ક્રિપ્ટો કરન્સી અને ડાર્કવેબના માધ્યમથી નાણાંને USDTમાં રૂૂપાંતરિત કરી આતંકી સંગઠનો સુધી પહોંચાડ્યા છે. ઇઝરાયેલ દેશની સુરક્ષા અને હિતોને નુકસાન પહોંચાડી આડકતરી રીતે આતંકવાદને મદદ કરવાનું કૃત્ય કર્યું હોઈ તેની ઊંડી તપાસ જરૂૂરી છે. ડ્રગ્સ નેટવર્ક અને ડાર્કવેબ: આરોપીઓએ ગેરકાયદે ઓનલાઈન ડ્રગ્સના વેચાણ સાથે સંકળાયેલી ’ARTTEMISLAB.CC’’ વેબસાઈટ અને ’’Abacus Market’ં જેવા ડાર્કવેબ પ્લેટફોર્મ પર નાણાકીય વ્યવહારો કર્યા છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સાથેના તેમના જોડાણની વિગતો મેળવવાની બાકી છે. છુપા એકાઉન્ટ્સ અને મની લોન્ડરિંગ: અત્યાર સુધી ₹226.54 કરોડના વ્યવહારો મળ્યા છે, પરંતુ આરોપીઓ હિસાબ ગુપ્ત રાખવા ’ખજ્ઞક્ષયજ્ઞિ’ જેવા ડિસેન્ટ્રલાઈઝ્ડ વોલેટ વાપરતા હોવાથી અન્ય છુપા એકાઉન્ટ્સ અને મની લોન્ડરિંગના આંકડા શોધવાના છે.

રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટા લીક: આરોપીઓએ આતંકવાદી સંગઠનોને ભારત દેશની કોઈ ગુપ્ત કે સંવેદનશીલ માહિતી પહોંચાડી છે કે નહીં, તેમજ મિત્ર દેશો વિરુદ્ધના કોઈ ષડયંત્રમાં તેમની ભૂમિકા છે કે નહીં તે સ્પષ્ટ કરવાનું છે. આંતરરાષ્ટ્રીય ગુનાઇત કડીઓ અને અગાઉનો રેકોર્ડ: મુખ્ય આરોપી મોહસીન મોલાની 2013માં બોગસ કોલસેન્ટરના ગુનામાં પકડાયો હતો. તેના તત્કાલીન સાથીદારો હાલ લંડનની જેલમાં નાર્કોટિક્સ અને મની લોન્ડરિંગના ગુનામાં સજા કાપી રહ્યા છે, જેઓ જેલમાંથી મોહસીનના વોલેટમાં ફંડ મોકલતા હતા અને મોહસીન તે નાણાં આંગડિયા મારફતે દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદ મોકલતો હતો. આ નેટવર્કની તપાસ કરવી અનિવાર્ય છે. ઉપરાંત, આરોપીઓના બાઈનાન્સ (BINANCE) એકાઉન્ટ વિરુદ્ધ ગઈઈછઙ પોર્ટલ પર 935 ફરિયાદો નોંધાયેલી છે, જેની વિગતો મેળવવી જરૂૂરી છે.

પકડાયેલા મુખ્ય 6 આરોપીમાં મોહસીન સદીક મોલાની (મુન્નાખાનની ચાલી, દાણીલીમડા), એજાઝ અસલમખાન પઠાણ (રહે. નઝમીન પાર્ક, ગ્યાસપુર), મોહમ્મદઝૈદ અબ્દુલકાદરભાઈ સિદ્દી (જમાલપુર ચકલા), નાવેદ અયુબખાન પઠાણ (રહે. પઠાણનો ડેહલો, તંગરવાડ, જમાલપુર પગથિયા, અમદાવાદ), ફૈઝઅહમદ નસીરુદ્દીન ચિસ્તી (રહે. સૈયદવાડ, એમ.બી. કાદરી રોડ, રાયખડ, અમદાવાદ – પૂર્વ કાઉન્સિલર અફસાના ચિસ્તીના પુત્ર), ઝીશાન સિરાજ મોતીવાલા (રહે. હબીબ હાઉસ, ચોથો માળ, એમ.એસ. અલી ગ્રાન્ટ રોડ, મુંબઈ), સીઆઈડી ક્રાઈમને મળેલા ડિજિટલ પુરાવામાં HAMAS અને UBAI COMPANY FOR EXCHANGE જેવાં સંગઠનો સાથે નાણાકીય વ્યવહારો, BINANCE વોલેટ અને Monero વોલેટનો ઉપયોગ, ARTTEMISLAB.CC વેબસાઈટ અને Abacus Market (ડાર્કવેબ)માં ટ્રાન્ઝેક્શન્સ, ANSAR ALLAH HOUTHIS ગ્રુપ તેમજ GARANTEX અને ILAN SHOR જેવાં સંગઠનો સાથે આર્થિક કડીઓ.