ક્રાઇમ
વડ-વાજડીના મહંત યોગી ધરમનાથના આશ્રમમાંથી કબજે કરેલ ગાંજા અંગે ચાર માસ બાદ ગુનો નોંધાયો
રાજકોટના મહિલા કોલેજ અંડર બ્રિજમાં ચાર માસ પૂર્વે આંતક મચાવનાર કહેવાતા મહંત યોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞોશ નવીનચંદ્ર ધામેલિયાના વાગુદળ જવાના રસ્તે વડ-વાજડી ગામની સીમમાં આવેલા આશ્રમમાં મળેલા બે છોડ ગાંજાના હોવાનો રીપોર્ટ આવતા આ મામલે મેટોડા પોલીસમાં મહંત સામે રૂૂ.64900ની કિમતનનો 6 કિલો 490 ગ્રામ ગાંજા અંગે ગુનો નોંધ્યો છે.
ચાર માસ પૂર્વે ગત તા 3/9/2024ના રોજ કાલાવડ રોડ ઉપર આતંક મચાવનાર કહેવાતા મહંત અને તેના કહેવાતા ત્રણ શિષ્યો વિરૂૂધ્ધ રાજકોટ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ ગ્રામ્ય એસઓજીના પી.આઈ પારગી અને પીએસઆઈ બી.સી.મિયાત્રા અને તેમની ટીમે મહંત યોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞોશ ધામેલિયાના વડ-વાજડી ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરી બનાવી લીધેલા આશ્રમમાં એફએસએલ અધિકારી અને સરકારી પંચોને લઇને ગત તા 4/9/2024ના રોજ દરોડો પાડ્યો હતો જેમાં તપાસ કરતાં બે છોડ મળી આવ્યા હતાં. આ બંને છોડ ગાંજાના જ છે કેમ તે જાણવા માટે ગાંધીનગર એફએસએલમાં પૃથક્કરણ અર્થે મોકલાયેલ છોડ ગાંજાના હોવાનો રીપોર્ટ આવતા આ મામલે એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એસઓજીએ જે તે વખતે રૂૂ.64900ની કીમતનો 6 કિલો 490 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો.