ક્રિકેટર યશસ્વી જયસ્વાલનું મૃણાલ ઠાકુર સાથે ઇલુ ઇલુ

24 વર્ષનો આક્રમક અને ભરોસાપાત્ર લેફ્ટ-હેન્ડ ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ હાલમાં ભારતની ટી-20 ટીમમાં નથી એટલે તેનું વેકેશન ચાલી રહ્યું છે અને એમાં સ્વાભાવિક છે…

24 વર્ષનો આક્રમક અને ભરોસાપાત્ર લેફ્ટ-હેન્ડ ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ હાલમાં ભારતની ટી-20 ટીમમાં નથી એટલે તેનું વેકેશન ચાલી રહ્યું છે અને એમાં સ્વાભાવિક છે કે તે પર્સનલ લાઇફમાં જ વ્યસ્ત હોય, પરંતુ જેમ કોઈ સેલિબ્રિટી વિશે કંઈક અનોખું કે અજુગતું જોવા મળે તો તેની વાતો વાઇરલ થયા વગર રહેતી નથી અને યશસ્વી સાથે પણ આવું જ બન્યું. યશસ્વી જયસ્વાલ થોડા દિવસ પહેલાં બોલીવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુર સાથે ડિનર પર ગયો એવો વાઇરલ થતાં સોશ્યલ મીડિયામાં તે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.

તેઓ ડિનર બાદ રેસ્ટોરાંમાંથી બહાર આવી રહ્યા હતા એ ક્ષણોને અલગ અલગ રીતે વીડિયોમાં જોવા મળતાં મીડિયામાં યશસ્વી વાઇરલ થયો છે અને એ વીડિયો પરથી ફોટોગ્રાફ પણ બનાવીને વાઇરલ કરી દેવામાં આવ્યા છે. એવી વાત ઉડી છે કે યશસ્વીનું અભિનેત્રી મૃણાલ ઠાકુર સાથે ડેટિંગ ચાલે છે. બન્નેના ચાહકોએ પ્રતિક્રિયા અને સ્ટોરીઓથી મીડિયા પર આક્રમણ કર્યું છે. જોકે યશસ્વી કે મૃણાલ બેમાંથી કોઈએ પણ આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમર્થન નથી આપ્યું અને તેમની સંભવિત રિલેશનશિપ બાબતમાં કોઈ પુષ્ટિ પણ નથી મળી.