Site icon Gujarat Mirror

ગોવર્ધન પાઇપના સંચાલકને 41 લાખના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારતી કોર્ટ

શહેરમાં રહેતા વેપારીએ સંબંધના દાવે આર્થિક મદદ માટે આપેલી રકમ રૂૂા.41 લાખ ના ચેક રીટર્ન કેસમાં ગોવર્ધન પાઈપ વાળા બનેવી શૈલેષ પોકીયાને બે વર્ષની પુરી સજા અને ચેકની રકમ એક જ માસમાં સાળા દિપક વણપરીયાને ચુકતે કરી દેવા અને રકમ ચુકતે કરવામાં કસુર ઠરે તો વધુ છ માસની સજા ફરમાવતો એડી. ચીફ જયુડી. મેજી. દ્વારા હુકમ ફરમાવવા આવ્યો છે.

વધુ વિગત મુજબ કુવાડવા રોડ પર આલ્ફા સ્કુલ પાસે રહેતા બનેવી દિપક જીવરાજભાઈ વણપરીયાએ ગવર્ધન ચોકમાં રહેતા અને ગોવર્ધન પાઈપના નામે ધંધો કરતા સાળા શૈલેષ વલ્લભભાઈ પોકીયાને ધંધામાં ખોટ જતા અને સ્થાવર મિલ્કતમાં રકમ બ્લોક થઈ થતા દિપક વણપરીયા પાસે શૈલેષ વલ્લભભાઈ પોકીયાએ રૂૂા.50 લાખની માંગણી કરેલી રૂૂા.41 લાખ ની વ્યવસ્થા થતા ટુંક સમય માટે સબંધના દાવે દિપક વણપરીયાએ રકમ મેળવી પ્રોમીસરી નોટ લખી આપી રૂૂા.41 લાખનો ચેક પણ ઈસ્યુ કરી આપેલો દિપક વણપરીયાએ જમા કરાવેલો ચેક અપુરતા નાણાના કારણોસર રીટર્ન થતા, નોટીસ આપવા છતા રકમ પરત નહી કરતા અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.

ઉપરોકત કેસ ચાલી જતા આરોપી તરફે દલીલમાં ફરીયાદીના પુરાવાનું સચોટ ખંડન કરેલ હોય નિર્દોશ ઠરાવી છોડી મુકવા કરેલ રજુઆત સામે ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજુઆતો કરવામાં આવેલ કે આરોપીએ ફરીયાદી જોગ પ્રોમીસરી નોટ લખી આપેલ છે તેને આરોપીએ લીધેલ બચાવ સાથે કંપેર કરતા આરોપીનો બચાવ ટકવાપાત્ર નથી, ફરીયાદી ધ્વારા રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવાથી વિરૂૂધ્ધનો પુરાવો લાવવામાં વિકલ્પે ફરીયાદીના પુરાવાનું કોગઝન્ટ એવીડન્સથી ખંડન થઈ શકે તેટલો ચુસ્ત પુરાવો રેડર્ક પર લાવવામાં આરોપી પક્ષ નિષ્ફળ નીવડેલ છે.

ફરીયાદપક્ષે જ્યારે પોતાનો કેસ શંકાથી પર પુરવાર કરેલ હોય, ચેક આપ્યાનો કે ચેકોમાં સહીનો ઈન્કાર ન હોય ત્યારે ફરીયાદી ચેકોના યથાનુક્રમે ધારણકર્તા છે તેમ માની ધારણકર્તાની તરફેણમાં અનુમાન કરવું જોઈએ વિગેરે મુદાઓ સબંધે લંબાણ પુર્વકની દલીલો અને દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે, ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપી શૈલેષ વલ્લભભાઈ પોકીયા ને બે વર્ષની સજા રૂૂા.41 લાખ 1 માસમાં ચુકવવામા એરોપી કસુર ઠરે તો વધુ છ માસની સજા ફરમાવતો ચુકાદો ફરમાવવામાં આવેલો છે. ફરીયાદી દિપક વણપરીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા તથા મદદમાં નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, જયમલ મકવાણા રોકાયેલ હતા.

Exit mobile version