Site icon Gujarat Mirror

ફાયનાન્સ પેઢીને ચુકવણી માટે આપેલો ચેક રીટર્ન થતા આરોપીને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

ફાયનાન્સ પેઢીને ચુકવણી માટે આપેલો ચેક રીર્ટન થયાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ એક માસમાં ન ચૂકવે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસની મુજબ ફરીયાદી અંજય ફાયનાન્સએ આરોપી ભાવેશભાઈ હરેશભાઈ પીઠડીયાને રૂૂા. 1.18 લાખ આપ્યા હતા. લેણી રકમ ચુકવવામાં નિષ્ફળ જતા આરોપીએ કાયદેસરનું દેવું અને જવાબદારી કબુલ રાખી રૂૂા.1.18 લાખનો ચેક ફરીયાદી પેઢીને આપ્યો હતો. જે ચેક અપુરતા ભંડોળને કારણે પરત ફર્યો હતો.

જે અંગે ફરીયાદી પેઢીએ પાઠવેલી નોટીસ બજી જવા છતાં ભાવેશભાઈ લ પીઠડીયાએ રકમની ચુકવણી નહિ કરતા ફરીયાદી અંજય ફાયનાન્સ પેઢી વતી પ્રોપરાઈટર ઠાકરદાસ જમનાદાસ આસવાણીએ રાજકોટ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ ફરીયાદીના વકીલ જયદેવસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજુ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઈ કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ એક માસમાં ન ચૂકવે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે.

આ કેસમાં ફરીયાદી અંજય ફાયનાન્સ પેઢી વતી રાજકોટના યુવા એડવોકેટ જયદેવસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા, અજીત પરમાર, હુસૈન હેરંજા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીતભાઈ શાહ, ફૈઝાન સમા, દિપકભાઈ ભાટીયા, અંકિત ભટ્ટ અને રહીમ હેરંજા રોકાયા હતા.

Exit mobile version