પોકસો એકટના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી અદાલત

ગોંડલ પંથકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનાનો કેસ ચાલી જતા ગોંડલની અદાલતે સુલતાનપુર ગામના કિસન મુંધવાને 20 વર્ષની સખત કેદ અને અડધા લાખનો દંડ ફટકારતો…

ગોંડલ પંથકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનાનો કેસ ચાલી જતા ગોંડલની અદાલતે સુલતાનપુર ગામના કિસન મુંધવાને 20 વર્ષની સખત કેદ અને અડધા લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે રહેતા કિશન મુંધવાએ સગીરાનો એકલતાનો લાભ લઈ લલચાવી-ફોસલાવી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ પરિવારને જાણ કરતા પરિવારે તાત્કાલિક સુલતાનપુર પોલીસનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે પોલીસે POCSO સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી કિશન મુંધવાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની સઘન પૂછપરછ બાદ તપાસ પૂર્ણ થતા જેલ હવાલે ધકેલવામાં આવ્યો હતો.

બાદ તપાસનીશ દ્વારા ગોંડલની અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યો હતું. બાદ સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે ઉપસ્થિત વકીલોએ ફરિયાદી ભોગ બનનાર તબીબ તપાસની સહિતના શાહેદોને તપાસવામાં આવ્યા હતા તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.કાયદાને અનુરૂૂપ લેખિત મૌખિક દલીલો કરી હતી. જેમાં સમાજ વિરોધી ગુનો હોય આવા ગુનાને હળવાશથી લઈ શકાય નહીં તો આવા ગંભીર પ્રકારના ગુનામાં આરોપી છૂટી જશે તો સમાજમાં દુષ્કૃત્યના ગુનાઓ નું પ્રમાણ વધશે અને આરોપીને કડકમાં કડક સજા કરવા રજૂઆત કરી હતી જે દલીલો, દસ્તાવેજી પુરાવા અને પ્રસ્થાપિત થયેલા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓના આધારે અદાલતે આરોપી કિશન જીવણ મુંધવાને 20 વર્ષની સખત કેદની સજા અને 50000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.