ક્રાઇમ
દુષ્કર્મના કેસમાં આરોપીને દસ વર્ષની સજા ફટકારતી કોર્ટ
જામનગરમાં સાત વર્ષ પહેલા યુવતી સાથે દુષ્કર્મ આચરવા નાં કેસ મા અદાલતે આરોપી ને દસ વર્ષ ની સજા નો હુકમ કર્યો છે.
આ કેસ ની વિગત એવી છે કે ભોગબનનાર ને તા .13/11/2017 નાં ના બપોરે રવિરાજસિંહ નાં મોબાઈલ નંબર માંથી ફોન આવતો હતો અને કહ્યું હતું કે મારી ગાડી લઇ આવુ છે, આપણે ફરવા જવું છે.
પછી રવિરાજ સિંહ ગાડી લઈ ને તેણીને બહાર લઈ ગયો હતો.પછી આપણે હવે બહારગામ જવું છે.તેમ કહ્યું હતું પરંતુ ભોગ બનનારે નાં પાડી હતી આમ છતાં તેણી ને લઈ ગયો હતો અને બંને નાં. મોબાઇલફોન બંધ કરી દીધા હતા.અને રણજિત સાગર તરફ અને ત્યાં થી કોડીનાર લઈ ગયો હતો. અને તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.અને ત્યાંથી જામનગર આવીને ખંભાળિયા બાયપાસ પાસે તેણી ને ઉતારી દીધી હતી, અને આરોપી રવિરાજસિંહ ત્યાંથી ચાલ્યો ગયો હતો. આથી આરોપી રવિરાજસિંહ કનુભા કંચવા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
આ અંગેનો કેસ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વી પી અગ્રવાલ ની અદાલતમાં ચાલી જતાં સરકાર તરફે ફરિયાદી એટલે કે ભોગ બનનાર અન્ય સાહેદો, ડોક્ટર, પોલીસ વગેરેને તપાસવામાં આવ્યા હતા.તમામ દલીલો સાંભળ્યા પછી ન્યાયધીશે આરોપી રવિરાજસિંહ કંચવા ને 10 વર્ષ ની સખત કેદ ની સજા અને રૂૂપિયા 15000 નો દંડ તથા ભોગ બનનારને વળતર પેટે રૂૂ.1 લાખ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કેસ માં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતા.