Site icon Gujarat Mirror

18.14 લાખના હેરોઈનના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીની રિમાન્ડ અરજી ફગાવતી અદાલત

 

શહેરના કુવાડવા રોડ પાસે આવેલ ડી-માર્ટ મોલની આગળ નસ્ત્રમેલડી માતાની મોજસ્ત્રસ્ત્ર નામના ઓટો ગેરેજ પાસે તા. 14/01/2025 ના રાત્રીના જાહેર રોડ બે શખ્સ પાસે માદક પદાર્થનો જથ્થો હોય તેવી ચોકકસ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમ દરોડો પાડી ફૈઝલ યુસુફભાઈ ચૌહાણ, (રહે. કૃષ્ણપરા) અને રાજમલ રકમા મીણા, (રહે. પ્રતાપગઢ, રાજસ્થાન) ના કબજા માંથી રૂૂા. 18.14 લાખના હેરોઈન સાથે બન્ને આરોપીઓની અટક કરી બી-ડીવીઝન પોલીસને એન.ડી. પી. એસ. એકટની કલમ-8(સી), 21(બી), 29 મુજબનો ગુન્હો નોંધવામાં આવેલો હતો. બાદ તપાસ કરનાર અધિકારી ધ્વારા બન્ને આરોપીઓના 7 દિવસ ના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. ફૈઝલ ચૌહાણની કબુલાત મુજબ અગાઉ પણ હેરોઈનનો જથ્થો ખરીદેલ હોય, તે જથ્થો આરોપી ધ્વારા કઈ-કઈ જગ્યાએ અને કોની કોની પાસેથી માદક પદાર્થ લઈ આવેલ હોય અને કોને વેચાણ કરેલ હોય તે અંગેની હકીકતો જણાવવામાં આવેલ હતી.જેમાં સરકાર પક્ષની દલીલો, તપાસ અધિકારી ધ્વારા માંગવામાં આવેલ દિન-7 ના રીમાન્ડના પેપર્સ તથા આરોપી પક્ષે ગૌરાંગ પી. ગોકાણીની દલીલોને ગ્રાહ્ય રાખીને ફૈઝલ યુસુફભાઈ ચૌહાણ ની રીમાન્ડ નામંજુર કરવાનો હુકમ આવ્યો છે.

આ કેસમાં બન્ને આરોપીઓ વતી રાજકોટના યુવા એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલીયા, શિવરાજસિંહ જાડેજા તથા લીગલ આસી. તરીકે જયદિપ ગઢીયા રોકાયેલા હતા.

Exit mobile version