વિદેશી દારૂના ગુનામાં કુખ્યાંત શખ્સની આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ

શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલ રવિ પાર્કમાંથી 922 વિદેશી દારૂૂની બોટલો સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં દારૂૂ કુખ્યાત શખ્સે વેચાણ અર્થે ઉતાર્યો હોવાનું ખુલ્યું હતું. જે…

શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલ રવિ પાર્કમાંથી 922 વિદેશી દારૂૂની બોટલો સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં દારૂૂ કુખ્યાત શખ્સે વેચાણ અર્થે ઉતાર્યો હોવાનું ખુલ્યું હતું. જે કેસમાં પોલીસ ધરપકડની દહેશતે કુખ્યાત શખ્સે કરેલી આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

આ કેસની હકીકત મુજબ શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં પોલીસે દરોડો પાડી 922 વિદેશી દારૂૂની બોટલ સાથે મનીષ પ્રાગજીભાઈ ભટ્ટીને ઝડપી લીધો હતો. જેની પૂછપરછમાં દારૂૂનો જથ્થો દેવપરામાં રહેતા કુખ્યાત ફિરોઝ હાસમ શેખે વેચાણ અર્થે ઉતાર્યો હોવાનું ખુલ્યું હતું. દારૂૂના ગુનામાં સંડોવણી ખુલતા આરોપી ફિરોઝ શેખે પોલીસ ધરપકડની દહેશતે કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે આગોતરા જમીન જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદા ને ધ્યાને લઈ ન્યાયાધીશ ડિ.એસ. સિંગએ આરોપી ફિરોઝ શેખની આગોતરા જામીન નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ સમીર ખીરા રોકાયા હતા.