ગુજરાત

અગ્નિકાંડમાં બન્ને તત્કાલીન મ્યુનિ.કમિશનરોને સોગંદનામા કરવા કોર્ટનો આદેશ, વર્તમાન કમિશનરે કરેલું એફિડેવિટ પાછું ખેંચ્યું

Published

on

બે તત્કાલીન કમિશનરો વતી વર્તમાન કમિશનરે બે હજાર પાનાના રજૂ કરેેલા એફિડેવિટ સામે કોર્ટે વ્યક્ત કરેલી નારાજગી


ચકચાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના દેશભરમાં પડઘા પડ્યા હતા. જે ગોજરી ઘટનાને પગલે હાઇકોર્ટ દ્વારા રજાના દિવસે પણ સુઓ મોટો રીટ દાખલ કરવામાં આવી હતી. સુઓ મોટોની કાર્યવાહીમાં હાઇકોર્ટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને આનંદ પટેલને જવાબદાર ગણવામાં આવ્યા હતા. ત્યારે બંને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વતી હાલના મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ દ્વારા હાઇકોર્ટમાં 2000 પાનાનું એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હાઇકોર્ટના આકરા વલણથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા કરવામાં આવેલું એફિડેવિટ પરત ખેંચવું પડ્યું હતું. અને આગામી 25મી સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર અમિત અરોરા અને આનંદ પટેલને હાઇકોર્ટમાં એફિડેવિટ રજૂ કરવા આદેશ કરાયો છે.


આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઇ થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોવા છતાં તંત્ર દ્વારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર અધિકારીઓ વગેરે 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા કેસ સેશન્સ કમિટ થયો હતો.


પુરા ગુજરાતને હચમચાવી દેનાર અને સ્વજનોના હદય દૂાવક કરૂૂણ રૂૂદનથી દેશની જનતાને આંસુ લાવી દેનાર રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 માનવ જિંદગી જીવતી ભૂંજાઈ હોવાની ઘટનાને પગલે ગુજરાત હાઈકોર્ટે રજાના દિવસે સુઓમોટો રીટ દાખલ કરી હતી. અને બીજે દિવસે પોલીસ કમીશ્નર તથા મ્યુનીસીપાલ કમીશ્નર સહીતના તંત્રને આડે હાથે લઈ સાડા ચાર કલાક જેનુ હીયરીંગ ચાલ્યું હતું.


સુઓ મોટોની કાર્યવાહીમાં હાઇકોર્ટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને આનંદ પટેલને જવાબદાર ગણવામાં આવ્યા હતા. ત્યારે બંને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વતી હાલના મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા હાઇકોર્ટમાં 2000 પાનાનું એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હાઇકોર્ટના આકરા વલણથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા કરવામાં આવેલું એફિડેવિટ પરત ખેંચવું પડ્યું હતું. અને આગામી 25મી સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર અમિત અરોરા અને આનંદ પટેલને હાઇકોર્ટમાં એફિડેવિટ રજૂ કરવા આદેશ કરાયો છે.

જમીન માલિક બંને ભાઇઓ અને આ.ફાયર ઓફિસર જામીન મેળવવા હાઇકોર્ટમાં: કાલે સુનાવણી
દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા કેસ સેશન્સ કમિટ થયો હતો. જે અગ્નિકાંડ કેસમાં જેલ હવાલે રહેલા જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર દ્વારા સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલ જામીન અરજી નામંજૂર થતા ત્રણેય આરોપીએ સેશન્સ કોર્ટના હુકમથી નારાજ થઈ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જમીન માલિક અશોકસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઇલેસ ખેરે કરેલી જામીન અરજીની હાઇકોર્ટમાં આવતી કાલે અને કિરીટસિંહ જાડેજાની જામીન અરજી 25 મી ઓક્ટોમ્બરના રોજ સુનાવણી પર આવશે.ચકચારી અગ્નિકાંડ કેસમાં બંને આરોપીએ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી ઉપર સૌની મીટ મંડાણી છે.

એક આરોપીએ લિગલમાંથી વકીલ માંગ્યા; અન્ય આરોપીઓને 7મી સુધીમાં વકીલ રોકવા હુકમ
રાજકોટના ચકચારી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગર સહિતના જવાબદાર અધિકારીઓ સહિત 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયા બાદ 3 સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં પ્રથમ સુનાવણીમાં કુલ 15 પૈકીના કેટલાક આરોપીઓને વકીલ રોકવાના બાકી હોવા બાબતે સમય માંગવામાં આવ્યો હતો. જે બાદ પણ વકિલ રોકવા માટે વકિલો એ બે-બે વખત મુદત માંગી હતી. મુદતે કોઈ કારણોસર પોલીસ જાપતા સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ નહિ કરાતા તા.23 ઓક્ટોમ્બરની મુદત પડી હતી. આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા એક આરોપીએ લીગલમાંથી એડવોકેટ મેળવવા માંગણી કરી હતી. જ્યારે બાકીના આઠ આરોપીએ વકીલ રોકવાની પ્રોસેસ ચાલુ હોવાનું કહી મુદત માંગી હતી. વકીલ નહિ રોકનાર આરોપીઓને કોર્ટે તમે લોકો વકીલ નહિ રોકી મુદત માંગી તમે તમારો કેસ જાતે ડીલે કરી રહ્યા છે. અને આગામી 7 મી નવેમ્બર સુધીમાં વકીલ રોકવા અને વકીલ નહિ રોકો તો લીગલમાંથી વકીલ ફાળવી કેસની ટ્રાયલ ચલાવવાની સૂચના આપી છે.


આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version