ગુજરાત

છરીની અણીએ લૂંટ ચલાવવાના ગુનામફાં આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ

Published

on

રાજકોટ હોસ્પિટલમાં પત્નીને દાખલ કરી વાગુદળ જતા યુવકના બાઇકને આંતરી સોનાની કડી અને 1500ની રોકડ લૂંટી લીધાની ફરિયાદ નોંધાઇ’તી

રાજકોટમાં બાઈકચાલકને આંતરી છરીની અણીએ રોકડ રૂૂ.1500 અને સોનાની કડી સાથેના પાકીટની લુંટ કરવાના કેસમાં સંડોવાયેલા આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ કેસની હકીકત મુજબ લોધિકાના વાગુદળ ગામે રહેતા ફરિયાદી માનસીંગ કાળુભાઈ ઘોડની પત્નીને ડિલિવરી સબબ પદમકુંવરબા હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. માનસિંગભાઈ ઘોડા હોસ્પિટલમાં રાત્રી રોકાણ કરી સવારે પાંચ વાગ્યાના અરસામાં પોતાને વાગુદળ મગફળીની વાવણી માટે બાઇક લઈ વાગુદળ જઇ રહ્યા હતા. ત્યારે યાજ્ઞીક રોડથી સરકારી લો કોલેજ પાસે પહોંચતા પાછળથી અજાણ્યા ત્રણ શખ્સોએ બાઈક લઈને આંતરી છરી પેટ ઉપર રાખી છરકા જેવી ઈજા કરી તેની પાસે રહેલી પત્નીની સોનાની કડી અને રૂૂ.1500 સાથેનું પાકીટ ઝુંટવી ભાગી છુટ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓની અટક કરી હતી.

જે કેસમાં ચાર્જશીટ બાદ આરોપી રમીજ ઈમરાનભાઈ જેસડીયાએ પોતાના એડવોકેટ મારફત જામીન મુકત્ત થવા રાજકોટ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી ચાલવા ઉપર આવતા આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, ફરિયાદીએ તેની ફરિયાદમાં આરોપીનું વર્ણન કે ઉંમર સહિતની કોઈપણ વિગત આપી નથી તેવા સંજોગોમાં આરોપીની અટક શંકાસ્પદ હોવાના મતલબની છે. તેમજ દલીલના સમર્થનમાં હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા જે ધ્યાને લઈ કોર્ટ દ્વારા આરોપીને જામીન મુક્ત્ત કરવા હુકમ ફરમાવ્યો હતો.આ કેસમાં આરોપી વતી યુવા એડવોકેટ સાહિસ્તાબેન એસ. ખોખર, રણજીતભાઈ એમ. પટગીર, દયા કે છાયાણી અને નીમેશ જાદવ રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version