ક્રાઇમ
મોરબીમાં દંપતી કથા સાંભળવા ગયું ને મકાનમાંથી 9 લાખની ચોરી
મોરબીના ભક્તિનગર સર્કલ વિસ્તારમા રહેતા એક વૃદ્ધ ગત તા 20 ના રોજ તેની પત્ની સાથે કથા સાંભળવા ખાનપર ગયા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરમાંથી 9 લાખના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.
મોરબી ભક્તિનગર સર્કલ નજીક રાજેશપાર્ક જીવનજયોતિ હાઇટસ બ્લોક નં -502માં રહેતા લક્ષ્મણભાઈ દેવકરણભાઈ વડસોલાના નામના વૃધ્ધ તેમના પત્ની સાથે ગત તા.- 20/11/2024ના રોજ ખાનપર ગામ ખાતે કથા સાંભળવા ગયા હતા અને તે વખતે બાદમાં તે પણ નોકરી માટે ઘરની બહાર જતા ઘર એકલું હતું.
દરમિયાન ઘરમાં અજાણ્યા શખ્સો ઘુસ્યા હતા અને તેના ફલેટનો દરવાજાનો લોક ખોલી ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો અને ઘરની શેટીમા રાખેલ સોનાના દાગીના સોનાના બલોયા (પાટલા) જોડી-1 વજન આશરે 8 તોલા તથા પેન્ડલ બુટી માળા જોડી-1 વજન આશરે સવા ચાર તોલા તથા સોનાનો ચેઇન એક તોલાનો મળી કુલ રૂૂ.- 9,10,000 ના મુદામાલની ચોરી કરી લઇ ગયા હતા. જે મામલે લક્ષ્મણભાઈ વડસોલાએ ચોરી અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.