Site icon Gujarat Mirror

દ્વારકા નજીક મિનિબસની અડફેટે કારસવાર દંપતી ઇજાગ્રસ્ત

હરિયાણા રાજ્યના રેવારી જિલ્લાના બાવલ તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખામાં કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર બિલ્ડીંગમાં રહેતા પરવેશ સુધીર સિંઘ નામના 28 વર્ષના યુવાન શનિવારે તેમની 25 બી.એચ. 7093 ડી નંબરની મોટરકારમાં બેસીને જઈ રહ્યા હતા, ત્યારે દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 25 યુ. 6293 નંબરની એક મીની બસના ચાલકે પરવેશની મોટરકાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

જેના કારણે પરવેશ તથા તેમના પત્નીને શરીરના જુદા જુદા ભાગોમાં મુઢ ઇજાઓ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ ઘટનામાં કાર તેમજ મોબાઈલમાં મળી આશરે ત્રણેક લાખ રૂૂપિયા જેટલી નુકસાની થયાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે દ્વારકા પોલીસે પરવેશ સિંઘની ફરિયાદ પરથી મીની બસના ચાલક મનીષ ભુપેન્દ્રભાઈ મશરૂૂ (ઉ.વ. 29, રહે. ભીમરાણા) સામે ગુનો નોંધ્યો છે.

ભીમરાણાના યુવાન પર છરી વડે હુમલો
ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા દિલીપભા કરમણભા ચમડીયા નામના 20 વર્ષના યુવાન પર આ જ વિસ્તારમાં રહેતા હેમરાજ રણધીરભા નાયાણી અને દેવશી બાલુભા નાયાણી નામના બે શખ્સો દ્વારા બિભત્સ ગાળો કાઢી, બેફામ માર મારી, છરી વડે હુમલો કરીને ઇજાઓ કર્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.એક પરિણીત મહિલા સાથે ફોનમાં વાત કરવા બાબતનું મનદુ:ખ રાખીને આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

ટોકન વગર માછીમારી કરતા શખ્સ સામે કાર્યવાહી
દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતા જુમા ઇબ્રાહીમ સમા નામના 26 વર્ષના માછીમાર શખ્સ દ્વારા દરિયામાં માછીમારી કરવાનું ફિશરીઝ વિભાગ દ્વારા આપવામાં આવતું ઓનલાઇન ટોકન મેળવ્યા વગર માછીમારી કરવા જતા પોલીસે ઝડપી લઈ, તેની સામે ગુજરાત મત્સ્યોદ્યોગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

Exit mobile version