Site icon Gujarat Mirror

બેડલા ગામે જમીનના ભાગ મામલે દંપતી પર સસરા, દિયર અને દેરાણીનો હુમલો

રાજકોટ તાલુકાના બેડલા ગામે રહેતા યુવાન અને તેની પત્ની પર જમીનના ભાગ બાબતે પિતા,ભાઇ-ભાભી અને ભત્રીજા- ભત્રીજીએ મળી ધોકા વડે હુમલો કર્યો હતો. વાડી મૂકીને કયાંક જતો રહેજે હવે અહિંયા વાડીએ રહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે અંગે યુવાને એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.બેડલા ગામે રહેતા હેમંત બાબુભાઇ ગોવાણી(ઉ.વ. 35) દ્વારા એરપોર્ટ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના પિતા બાબુ નાગજીભાઇ ગોવાણી,ભાઇ મુકેશ ગોવાણી, ભાભી રશીલાબેન, ભત્રીજો રોહિત,ભત્રીજી નયનાનું નામ આપ્યું છે.

યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.13/3 ના સવારના સાતેક વાગ્યે રાણીંગપર ગામ પાસે આવેલી પોતાની વાડીએ પત્ની શીતલ અને પુત્રી આરતીને મુકી કામ સબબ તે ગામમાં ગયો હતો. દરમિયાન પુત્રી આરતીનો ફોન આવ્યો હતો અને તેણે વાત કરી હતી. દાદા બાબુભાઇ મમ્મી સાથે ઝઘડો કરે છે. જેથી યુવાન તુરંત વાડીએ પહોંચ્યો હતો. ત્યારે અહીં બાબુભાઇ,રોહિત અને નયના યુવાનની પત્ની આરતી સાથે માથકૂટ કરતા હતાં. યુવાનના પિતા પુત્રવધુને ગાળો આપી કહેતા હતા કે, વાડી મુકેન જતા રહો નહીં તો જનથી મારી નાખીશ તેમ કહી લાકડાનો ધોકા આરતીને મારી દીધો હતો. દરમિયાન યુવાન વચ્ચે પડતા તેને પણ લાકડાનો ધોકો માર્યો હતો.

થોડીવાર બાદ યુવાનનો ભાઇ મુકેશ અને ભાભી રશીલાબેન આવી ગયા હતાં. તેણે યુવાન અને તેની પત્નીને ગાળો આપી હતી દરમિયાન યુવાનને તેના પિતા બાબુભાઇએ ધમકી આપી હતી કે, વાડી મૂકીને કયાંક જતો રહેજે હવે અહિંયા વાડીએ રહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. દરમિયાન વાડીએ અન્ય લોકો આવી જતા યુવાન અને તેની પત્નીને વધુ મારમાથી બચાવ્યા હતાં. બાદમાં બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, જમીનના ભાગ બાબતે તેના પિતા અને ભાઇ-ભાભી તથા ભત્રીજી- ભત્રીજા સહિતનાએ મળી લાકડાના ધોકા વડે મારમાર્યો હતો. જે અંગે યુવાનની ફરિયાદ પરથી એરપોર્ટ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.

Exit mobile version