Site icon Gujarat Mirror

ભાવનગરના અધેવાડા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

પોલીસે દેશી દારૂ, આથો, સાધને સહિત 82 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ એ પેટ્રોલિંગ દરમિયાન અધેવાડા ગામે આવેલ દેવીપુજક વાસ માં રેડ કરી દેશી દારૂૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લીધી હતી જ્યારે રેડ દરમિયાન બુટલેગર ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ભરતનગર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ભરતનગર પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે અધેવાડા ગામે દેવીપુજક વાસમાં રહેતા પોપટ ધારશી પરમારના ઘરે રેડ કરતા ઘર પાછળ આવેલ વાડાના નેરામાં ગેરકાયદે ધમધમતી દેશી દારૂૂની ભઠ્ઠી ચાલુ હાલતમાં મળી આવી હતી. પોલીસ જવાનોએ સ્થળ પરથી તૈયાર દેશી દારૂૂ તથા દારૂૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો આથો અને દારૂૂ પાડવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી કુલ રૂૂપિયા 82,850નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે રેડ દરમિયાન બુટલેગર પોપટ ધારશી પરમાર ફરાર થઈ જતા ભરતનગર પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી દેશી દારૂૂ તથા આથાનો નાશ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version