Site icon Gujarat Mirror

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ

સાંજે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ, કાર્યક્રમ જાહેર થવાની શકયતા

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આજે સાંજે જાહેર થવાની શકયતા છે. સાંજે પાંચ વાગ્યે ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી છે. ત્યારે જિલ્લા-તાલુકા પંચાયતો ઉપરાંત પાલિકા-મહાનગર પાલિકાઓની ચૂંટણીઓના કાર્યક્રમ જાહેર થવાની પુરી શકયતા છે.

SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા આજે સાંજે 5 વાગ્યા આસપાસ ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ફાઈનલ મતદાર યાદી જાહેર કરાયા બાદ આવતીકાલ સુધીમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરાય તેવી પૂરી શક્યતા છે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 15 મહાનગરપાલિકા અને જ્યારે બીજા તબક્કામાં 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત અને 84 નગર પાલિકાની ચૂંટણી યોજાવાની શક્યતા છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જઈંછની પ્રક્રિયા બાદ આજે ફાઈનલ મતદાર યાદી જાહેર થનાર છે. પંચ દ્વારા આજે સાંજે જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તારીખની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે જેમાં સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરાઈ શકે છે.

ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાર્યક્રમને અંતિમ ઓપ આપવાની તૈયારી શરૂૂ કરી છે. ફાઈનલ મતદાર યાદી જાહેર થયા બાદ આવતીકાલ સુધીમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. ત્યારે રાજકીય પક્ષો પણ ઉમેદવારોની પસંદગીમાં લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જિલ્લા-મહાનગરોમાં નિરીક્ષકોને મોકલી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

2021માં રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખે 23 જાન્યુઆરી, 2021ના રોજ જાહેર કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ 26 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થયો હતો જ્યારે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીનો કાર્યક્રમ 5 માર્ચે પૂર્ણ થયો હતો. આ વખતે જઈંછની કામગીરી હાથ ધરવામાં આવેલ હોય સ્થાનિક સ્વરાજ્યની ટર્મ પૂર્ણ થયા બાદ પણ સમયસર ચૂંટણી ન થતા વહીવટદાર નિમવાની ફરજ પડી હતી.

Exit mobile version