Site icon Gujarat Mirror

કોર્પોરેશન ડ્રોનની મદદથી હવે શહેરભરમાં મચ્છરો શોધશે

Close up Mosquito and Stop sign.

આઉટડોર પોટેન્શિયલ મસ્કિટો બ્રિડિંગ સાઇટ શોધવા એજન્સી કામ કરશે, ટેન્ડર પ્રસિધ્ધ

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર જન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે આઉટડોર પોટેન્શિયલ મસ્કિટો બ્રિડિંગ સાઇટ શોધવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. એજન્સી દ્વારા બ્રિડિંગ સાઇટ શોધ્યા બાદ તેનો રિપોર્ટ કરાશે જેના આધારે ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરાશે. આ કામ સફળ થયે શહેરના મચ્છરગ્રસ્ત વિસ્તારોને આવરી લેવામાં આવશે.

મચ્છરો શોધવાની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આરોગ્ય વિભાગના સૂચનો અનુસાર કામગીરી કરવાની રહેશે. આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા સોંપવામાં આવેલ વિસ્તારનું સૂચનો અનુસાર AI/MLક સેન્સર આધારિતHD/4K વિડિયો ક્વોલિટી વાળા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી આઉટડોર પોટેન્શિયલ મસ્કિટો બ્રિડિંગ સાઇટ શોધવા માટે વિસ્તારનો સર્વે કરવાનો રહેશે.

ટેકનોલોજીનો ઉપયોગ કરી પોટેન્શિયલ બ્રિડિંગ સાઇટ ફિલ્ટર કરી તેને ઓનલાઈન પ્લેટફોર્મ પર અપલોડ કરવાના રહેશે. કોન્ટ્રાકટર પાસે પાણીની ખુલ્લી ટાંકીઓ, ટાયરો તથા અન્ય મચ્છર ઉત્પતિ સ્થાનો ચોક્કસ કરવા માટે ઇન-હાઉસ સોફ્ટવેર હોવું જોઈએ. ક્લાઉડ બેસ પ્લેટફોર્મ: પ્રોસેસ કરેલા ડેટા ઓનલાઇન ઉપલબ્ધ હોવા જોઈએ અને તેનું વેબબ્રાઉજર એન્ડરોઈડ કમ્પેટિબલ હોવું જોઈએ જેથી કોર્પોરેશનના હેલ્થ વર્કરને ટ્રીટમેંટની કામગીરીમાં સરળતા રહે અને રિમોટલી ઓપરેટ અને મોનીટર કરી શકાય. જરૂૂરિયાત મુજબની ટ્રીટમેંટની કામગીરી પૂર્ણ કર્યા બાદ કાર્ય પૂર્ણ કર્યાની અપડેટ કરી શકાય તેવી જોગવાઈ ઓનલાઈન પ્લેટફોર્મમાં હોવી જોઈએ.

પ્રોસેસ કરેલા ડેટા GEOTAG સાથે ઉપલબ્ધ હોવા જોઈએ અને કોર્પોરેશનના અલગ-અલગ વોર્ડ વિસ્તાર પ્રમાણે ડેટાનું લિમિટેડ એક્સેસ આપવાનું રહેશે. કોન્ટ્રાકટ દરમિયાન પ્લેટફોર્મનું એકસેસ / સબસ્ક્રીપ્શન ઉપલબ્ધ કરાવવાનું રહેશે. એરિયલ સર્વે કર્યા બાદ ડેટા પ્રોસેસિંગ કરી મેળવેલ સંભવિત સાઇટ જ્યાં ટ્રીટમેન્ટની જરૂૂરિયાત છે ત્યાં આગળ રાજકોટ મહાનગરપાલિકા તરફથી ગ્રાઉન્ડ ટીમ ડિપ્લોય કરવામાં આવશે. જરૂૂરિયાત મુજબની ટ્રીટમેંટની કામગીરી પૂર્ણ કર્યા બાદ કાર્ય પૂર્ણ કર્યાની અપડેટ કોર્પોરેશનના હેલ્થ વર્કર દ્વારા કરવામાં આવશે.

જે જગ્યાએ ગ્રાઉન્ડ ટીમ દ્વારા છંટકાવની કામગીરી હાથ ધરવી મુશ્કેલ છે તેવી નોન રિચેબલ સાઇટ ઓટોમેટિક ડ્રોન ટીમને અસાઇન થઈ જવી જોઈએ અને ડ્રોન ટીમ દ્વારા લાર્વિસાઈડ છંટકાવનું કાર્ય પૂર્ણ કર્યા બાદ તેની અપડેટ ઓનલાઇન પ્લેટફોર્મ પર કરવાની રહેશે છંટકાવની કામગીરી માટે લાર્વીસાઈડ / પેસ્ટીસાઈડ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવશે. જેની જાણ અગાઉથી કરવાની રહેશે.

Exit mobile version