‘ઝબલા’ના એક ડઝન હોલસેલરોને ત્યાં કોર્પોરેશનનો દરોડો

પરાબજાર, દાણાપીઠમાં પાયલ, ક્રિષ્ના, બાલમુકુંદ, સિધ્ધિ વિનાયક, સદાશિવ, રાજુ, રામજી, ચંદારાણા, પેકવેલ, જી.કટારિયા, રઘુવીર, પ્રિતેશ, પેરામાઉન્ટમાં ચેકિંગ 141 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરાયુ, પોણો લાખનો…

પરાબજાર, દાણાપીઠમાં પાયલ, ક્રિષ્ના, બાલમુકુંદ, સિધ્ધિ વિનાયક, સદાશિવ, રાજુ, રામજી, ચંદારાણા, પેકવેલ, જી.કટારિયા, રઘુવીર, પ્રિતેશ, પેરામાઉન્ટમાં ચેકિંગ

141 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરાયુ, પોણો લાખનો દંડ વસૂલ કરાયો

રાજકોટમાં તમામ પ્રકારના પાતળા પ્લાસ્ટિકના વેંચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ હોવા છતા છૂટથી વપરાશ થઇ રહ્યો છે. તેની સામે મહાપાલિકાએ વધુ એકવખત ધોંસ બોલાવવા શરૂૂ કરેલી ઝૂંબેશમાં ગુજરી બજાર સહિતના વિસ્તાર સહિત સંખ્યાબંધ સ્થળે ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી. જેમા પ્લાસ્ટિકના મુખ્ય હોલસેલરોને ત્યાં જ દરોડો પાડવામા આવ્યો હતો. ઝબલા વાપરતા અને વેંચતા કુલ 97 આસામીઓ 141 કિલો પ્લાસ્ટિક કબજે કરી વેપારીઓ પાસેથી રૂૂ.77 હજારનો દંડ વસુલ કરાયો હતો.

શહેરના પરાબજાર, ગોંડલ રોડ, કોર્ટ ચોક, દાણાપીઠ, જ્યુબિલી રોડ, કુષ્ણનગર મેઇન રોડ, મવડી રોડ, દોઢસો ફૂટ રિંગરોડ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ, નાના મવા રોડ, જંકશન સહિતના વિસ્તારોમાં કુલ 75 પેઢીમાં દરોડા પાડવામા આવ્યા હતા. પાન-બીડીની દુકાનથી માંડી કરિયાણા, શોપિંગ સેન્ટર, શો-રૂૂમ સહિતની જગ્યાએ થયેલા ચેકિંગ દરમિયાન 42 સ્થળેથ કુલ 185 કિલો પ્લાસ્ટિક પકડાયું હતું.

પર્યાવરણ શાખાની અલગ અલગ ટીમને ઝબલા પકડીને દંડ ફટકારવા માટે વધુ સઘન ચેકીંગનો આદેશ અપાયો છે. બજાર ઉપરાંત પ્લાસ્ટિકના હોલસેલરોને ત્યા પણ ચેકીંગ કરાયુ હતુ. નિયત માત્રાથી ઓછી જાડાઇના પ્લાસ્ટિક રાખનાર વેપારી પાસેથી માલ જપ્ત કરીને દંડ કરાયો હતો. કુલ 97 આસામીઓને ઝબલા સાથે પકડવામા આવ્યા હતા. 141 કિલો પ્લાસ્ટિક કબજે કરવામા આવ્યુ હતુ.