Site icon Gujarat Mirror

રહેણાંકના 10 નળજોડાણ કાપતું કોર્પોરેશન

ટેક્સ રિકવરી અંતર્ગત 19 મિલકત સીલ, સાતને જપ્તીની નોટિસ, રૂા. 30.51 લાખની વસૂલાત

મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે રહેણાકમાં સપાટો બોલાવી 10 નળ જોડાણો કાપ્યા હતા તેમજ વધુ 19 મિલ્ક સીલ કરી 7 ને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ પર રૂા. 30.51 લાખની વસુલાત કરી હતી.
વેરાવિભાગ દ્વારા આજે ગાંધીગ્રામ અક્ષયનગરમાં ક્રિષ્ના વિદ્યાલય ને નોટીસ સામે રિકવરી રૂૂ.2.50 લાખ, રૈયા રોડ પર આમ્રપાલી પાસે સીટી સેન્ટર માં ફર્સ્ટ ફ્લોર શોપ નં-107 થી 112 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.3.28 લાખ, રૈયા રોડ શિવાજી પાર્ક પ્લોટ નં-5 માં 1-યુનીટને નોટીસ સામે રિકવરી રૂૂ.58,410, રેલ્વે ફાટક નજીક શૈલજા સંકુલ કોમ્પ્લેક્ષ સેકંડ ફ્લોર શોપ નં-202ને સીલ મારેલ બાકી માંગણું 75,973/-.(સીલ), કુવાડવા રોડ પર જાય ગુરુદેવ પાર્કમા શેરી નં-2 માં પ્લોટ નં-94 સામે નળ-કનેક્શન કપાત બાકી માંગણું રૂૂ.1.23 લાખ, મોરબી રોડ પર ખોડીયાર પાર્કમાં શેરી નં-1 માં 1-યુનીટ સામે નળ-કનેક્શન કપાત કરતા રિકવરી રૂૂ.1.23 લાખ, જુનો મોરબી રોડ જય સોમનાથ સોસાયટી ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-1 રાધે શ્યામ ડેરી ની નોટીસ સામે કાર્યવાહી કરતા ચેક આપેલ, પેડક રોડ પર સ્વીમીંગ પુલ નજીક અમૃત કોમ્પ્લેક્ષ બી સેકંડ ફ્લોર ફ્લેટ નં-202 ને નળ-કનેક્શન કપાત સામે રિકવરી રૂૂ.90,600 કરી હતી.

વેરાવિભાગ દ્વારા આજે પેડક રોડ પટેલ પાર્કમાં પારસ ટ્રેડીંગ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.68,252, ન્યુ આશ્રમ રોડ અલકા પાર્ક સોસાયટીમાં શેરી નં-2મા 1-યુનિટના નળ-કનેક્શન કપાત સામે રિકવરી રૂૂ.81,000, મારૂૂતીનગર મેઈન રોડ પર ફ્લેટ નં-101,102 સામે નળ-કનેક્શન કપાત કરતા રિકવરી રૂૂ.64,000, કુવાડવા રોડ સિદ્ધિ વિનાયક પાર્કમાં શેરી નં-1 માં 1-યુનિટનું નળ કનેક્શન કપાત કરેલ બાકી માંગણું રૂૂ.56,525, ભાવનગર મેઈન રોડ પર એચ.પી.સી.એલ પેટ્રોલ પંપ નજીક કોટેશ્વર ઓટો કેર સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.3.91 લાખ, બોમ્બે ગેરેજ સામે દર્શન કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર ઓફીસ નં-5 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.87,000, બોમ્બે ગેરેજ સામે દર્શન કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર ઓફીસ નં-305 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.88,241, ગોંડલ રોડ પર એનક્રિપ્ટેડ શીવાલીકમાં સેકંડ ફ્લોરમાં 1-યુનીટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.35 લાખ, કવિ નાન્હાલાલ માર્ગ રોડ પર શિરોમણી કોમ્પ-3માં ફર્સ્ટ ફ્લોર ઓફીસ નં-23 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.35,000, ઢેબર રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડમાં સેકંડ ફ્લોર પર ઓફીસ નં-6 ને સીલ મારેલ. બાકી માંગણુ રૂૂ.79,004, જય ખોડીયાર કોમર્શીયલ સેન્ટરમાં થર્ડ ફ્લોર ઓફીસ નં-340 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.76,746 રજપુતપરા મેઈન રોડ ખોડીયાર કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં ઓફીસ નં-15 ને સીલ મારેલ હતું.

Exit mobile version