Site icon Gujarat Mirror

સહકાર મંત્રીએ સહકારી સંસ્થાઓ સાથે બેઠક યોજી

સહકારથી સમૃદ્ધિ યોજના અંતર્ગત રાજ્યના સહકાર મંત્રી જયદીશ વિશ્ર્વકર્માએ આજે રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક ખાતે સૌરાષ્ટ્રના 10 દૂધસંઘો અને જિલ્લા બેંકોના સુકાનીઓ સાથે ચર્ચા કરી હતી અને સહકારીક્ષેત્રનો વ્યાય વધારવા તથા લોકોને વધુ ને વધુ લાભ મળે તે માટે સુચના આપી હતી. દરેક જિલ્લામાં આ યોજન અંતર્ગત થયેલી કામગીરીની પણ સમિક્ષા કરી હતી.

સહકારમંત્રીએ રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક ખાતે જિલ્લા વાઇઝ સહકારી આગેવાનો સાથે બેઠકો યોજી હતી. સૌપ્રથમ સવારે 10થી 10.30 વાગ્યા સુધી રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક અને રાજકોટ ડેરી તથા મોરબી ડેરીના ચેરમેન-વાઇસ ચેરમેન તેમજ ડિરેક્ટરો સાથે બેઠક યોજી હતી.

ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લા બેંક અને જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, બપોરે બે વાગ્યાબાદ જૂનાગઢ જિલ્લા બેંક, જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, કોડીનાર તાલુકા કો.ઓ.બેન્કિંગ યુનિયન, પોરબંદર દૂધ સંઘની બેઠક યોજી હતી. જયારે સાંજે 4 વાગ્યા બાદ જામનગર, દ્વારકા અને કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો તેમજ જામનગર અને કચ્છ જિલ્લા બેંકોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજનાર છે.

Exit mobile version