ગુજરાત
નાગરિક બેંકમાં સહકાર V/S સંસ્કાર પેનલનું એલાન-એ-જંગ
સમાધાનના પ્રયાસો પડી ભાંગ્યા, હવે શરતોને આધિન લડાઈ
સંસ્કાર પેનલના 15 ઉમેદવારોએ રાજકોટ શહેર વિભાગમાં ફોર્મ ભર્યા
બેંકના કૌભાંડો અંગે ફરિયાદ નોંધાવાય તો ફોર્મ પાછા ખેંચી લેવાની મણિયારની જાહેરાત
રાજકોટ નાગરિક બેંકના 21 ડિરેક્ટરોની આગામી તા. 17ના રોજ યોજાનાર ચૂંટણી માટે ઉમેદવારી પત્રકો ભરવાના આજે છેલ્લા દિવસે સાસકજૂથની સહકાર પેનલ સામે બેંકના પૂર્વ ચેરમેન કલ્પક મણિયાર જૂથે વિધિવત ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. અને સંસ્કાર પેનલના નામે રાજકોટ શહેર વિભાગમાં 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. સાથો સાથ ફોર્મ પાછા ખેંચી સમાધાન માટે કલ્પક મણિયારે નાગરિક બેંકની જૂનાગઢ અને મુંબઈની બ્રાંચોમાં થયેલા કૌભાંડો અંગે પોલીસ ફરિયાદ કરવાની આકરી શરત મુકી છે.
નાગરિક બેંકના ઈતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જ બે જૂથો સામસામે આવી ગયા છે. ગઈકાલ સાંજ સુધી ભાજપના નેતાઓ દ્વારા ચાલેલા સમાધાનના પ્રયાસો કેટલીક શરતોના કારણે પડી ભાંગ્યા હતાં અને અંતે આજે સંસ્કાર પેનલના નેજા હેઠળ કલ્પક મણિયાર સહિતના 15 ઉમેદવારોએ વિધિવત ફોર્મ ભરી દીધા હતાં. આગામી તા. 11મી સુધી ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ સમય છે ત્યાં સુધીમાં સમાધાન થાય છે કે પછી પ્રથમ વખત ચૂંટણી યોજાય છે તે તરફ સૌની મીટ મંડાયેલ છે. નાગરિક બેંકની 17મીએ ચૂંટણી યોજાનાર છે અને 19 તારીખે પરિણામો આવનાર છે. તેમાં બન્ને જૂથના પાણી મપાઈ જશે.
રાજકોટ નાગરિક બેંક જેવી સૌથી મોટી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીમાં પ્રથમ વખત પડકાર ઉભો થયો છે અને જ્યોતિન્દ્રભાઈ મહેતા ઉર્ફે મામા સામે તેના જ ભાણેજ કલ્પક મણિયારે પડકાર ઉભો કરી પેનલ મેદાનમાં ઉતારી છે. નાગરિક બેંકના કેટલા કૌભાંડો સામે છેલ્લા કેટલાક સમયથી મોરચો ખોલવામાં આવ્યો હતો અને અંતે આ મોરચો આખરી લડાઈ સુધી પહોંચ્યો છે. જો સમાધાન ન થાય તો હવે નાગરિક બેંકમાં મામા-ભાણેજના જૂથો વચ્ચે સીધી ટક્કર નિશ્ર્ચિત માનવામાં આવી છે.
પૂર્વ ચેરમેન શૈલેષ ઠાકરને બચાવવા બેન્કે સેટલમેન્ટ કરી નાખ્યું: મણિયારનો ધગધગતો આક્ષેપ
નાગરિક ેબંકની હાઈવોલ્ટેજ ચુંટણીમાં ફોર્મ ભર્યા બાદ પૂર્વ ચેરમેન કલ્પેશ મણિયારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, દરેક ચેરમેન સામે પોલીસ કેસ થયા છે. લગભગ એક વર્ષ પહેલા જ રાજકોટ નાગરિક બેંકના ચેરમેન શૈલેષભાઈ ઠાકોર પર પણ પોલીસ સીઆઈડી ક્રાઈમમાં પોલીસ કેસ થયો હતો. તેમાં નાગરિક બેંકે સેટલમેન્ટ કરી લીધું હતુ. મારા પરના કેસ મુદદ્દે નાગરિક બેંકે સેટલમેન્ટ કર્યુ નથી. મે બેંકને ના પાડી હતી આપણે ખોટા નથી એટલે મે લડવાનું નક્કી કર્યુ અને પોલીસ બોલાવે ત્યારે જવાબ આપવા જતો મારા પરનો કેસ પણ પુરો થઈ ગયો છે.
પૂર્વ ચેરમેન શૈલેષ ઠાકરને બચાવવા બેન્કે સેટલમેન્ટ કરી નાખ્યું: મણિયારનો ધગધગતો આક્ષેપ
નાગરિક ેબંકની હાઈવોલ્ટેજ ચુંટણીમાં ફોર્મ ભર્યા બાદ પૂર્વ ચેરમેન કલ્પેશ મણિયારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, દરેક ચેરમેન સામે પોલીસ કેસ થયા છે. લગભગ એક વર્ષ પહેલા જ રાજકોટ નાગરિક બેંકના ચેરમેન શૈલેષભાઈ ઠાકોર પર પણ પોલીસ સીઆઈડી ક્રાઈમમાં પોલીસ કેસ થયો હતો. તેમાં નાગરિક બેંકે સેટલમેન્ટ કરી લીધું હતુ. મારા પરના કેસ મુદદ્દે નાગરિક બેંકે સેટલમેન્ટ કર્યુ નથી. મે બેંકને ના પાડી હતી આપણે ખોટા નથી એટલે મે લડવાનું નક્કી કર્યુ અને પોલીસ બોલાવે ત્યારે જવાબ આપવા જતો મારા પરનો કેસ પણ પુરો થઈ ગયો છે.
જૂનાગઢ અને કાલબાદેવી પોલીસમાં કૌભાંડની બેંક ફરિયાદ કરે એટલે ફોર્મ ખેંચી લેશું
સમાધાનની શરત આજે ફોર્મ ભર્યા બાદ પૂર્વ ચેરમેન કલ્પક મણિયારે જણાવ્યું હતું, આ ડાયરેક્ટરની ચૂંટણીમાં રાજકોટની તમામ સીટ પર અમારી પેનલે ફોર્મ ભયા છે. જે કૌભાંડો થયા છે તે છે આ કૌભાંડો પ્રત્યે અત્યારના વહીવટકર્તાઓની ઉદાસીનતા ઉપરાંત કૌભાંડમાં મદદ કરનારાને શિરપાવ-પ્રમોશન, બહાર લાવે તેને હેરાન કરવા સામે લડત કરવાનો મુખ્ય મુદ્દો છે. અમે એકથી સવા વર્ષ અંદરથી પ્રયત્નો કર્યા તે સફળ રહ્યા છે. આવા લોકોથી બેંક બચાવવા અમે અભિયાન ઉપાડયુ છે.
આમા બધા લોકો સંઘ અને ભાજપમાંથી આવે છે. ગુજરાતમાં ભાજપનો પાયો નાખનાર પરિવારમાંથી આવીએ છીએ બીજો કોઈ મતભેદ નથી. ઘરમાંથી પાંચ હજારની ચોરી થાય, દરરોજ થાય તો આપણે પોલીસને કહીએ એમ જૂનાગઢની દરેક વસ્તુ ડેલીગેટને મોકલી છે. જેના સાદા માણસને પણ ખબર પડે અમુક ગ્રુપો દ્વારા 20થી 25 કરોડના કૌભાંડ કરાયા છે. તેમાં એક પણ પગલા ન લેવાયા, પોલીસ કેસ પણ ન કરાયો. અમારી સત્તા માટે લડાઈ નથી. બેંકના કૌભાંડ ચાલી રહ્યા છે તે ખતરો છે. જૂનાગઢ અને કાલબાદેવીમાં પોલીસ ફરિયાદ કરી દે અને આરબીઆઈને જાણ કરી દે તો અમારો મુદ્દો પુરો થાય અને અમે ફોર્મ પાછા ખેંચી લઈ તેની ગેરંટી આપુ છું.
સંસ્કાર પેનલમાંથી કોણે કોણે ફોર્મ ભર્યા?
1) જયંતભાઈ ધોળકિયા
2) લલિતભાઈ વડેરિયા
3) ડો.ડી.કે. શાહ
4) મીહિરભાઈ મણિયાર
5) દિપક કારિયા
6) હિમાંશુ ચિનાઈ
7) દિપક અગ્રવાલ
8) વિશાલ મીઠાણી
9) ભાગ્યેશ વોરા
10) વિજય કારિયા
11) પંકજ કોઠારી
12) નિમેશ કેશરિયા
13) નીતાબેન શેઠ
14) હિનાબેન બોઘાણી
15) કલ્પક મણિયાર