પ્રભાસ પાટણમાં પરંપરાગત દફનભૂમિ પર કસ્તર ઠાલવી જગ્યા બૂરી દેતા વિવાદ

વિગત એમ છે કે પ્રભાસ- પાટણ સ્મશાન અને ત્રિવેણી સંગમ વચ્ચેની ખુલી જગ્યામાં અત્યાર સુધી સંત મહંત કે પરંપરા વાળા લોકો તેના રિવાજ મુજબ સમાધિ…

વિગત એમ છે કે પ્રભાસ- પાટણ સ્મશાન અને ત્રિવેણી સંગમ વચ્ચેની ખુલી જગ્યામાં અત્યાર સુધી સંત મહંત કે પરંપરા વાળા લોકો તેના રિવાજ મુજબ સમાધિ બનાવતા હતા તેવી જ રીતે તાજુ જન્મેલું કોઈ બાળક અને તેનું મૃત્યુ થયેલ હોય તો તે જમીનમાં દાટવામાં આવવાની પરંપરા છે જેને અગ્નિદાહ અપાતો નથી આવી એ જમીન ઉપર તૂટેલા કે તોડેલા મકાનોના કસ્તર પાથરી તે જગ્યા બુરી દેવાઈ છે મતલબ કે આવા કામમાં હવે કોઈ ઉપયોગ થઈ નહીં શકે અને એક સાઈડની દિવાલ પણ બનાવી નાખી છે.

પ્રભાસ પાટણ અને આજુબાજુના તુરત જ જન્મેલા અને મૃત્યુ પામેલા બાળકોને દાટવાની કોઈ વૈકલ્પિક જગ્યા પણ નથી આપવામાં આવી લોકો માટે હાલાકી હેરાન ગતિમાં વધારો થયો છે વળી જે ટ્રેક્ટર- ટ્રેલર દ્વારા આ જમીન બુરાય છે તેમના મોટાભાગના કેટલાક વાહનોમાં સરકારી ધારા ધોરણ મુજબ વાહન નંબરની પ્લેટ કે વાંચી શકાય તેવી પ્લેટો પણ હોતી નથી