રાજકોટમાં બ્રહ્મ સમાજનું અધિવેશન યોજાય તે પહેલાં વિવાદ, આગેવાનોનેે અંધારામાં રખાયાનો આરોપ

રાજકોટ ખાતે આગામી તા.19 તથા 20નાં બૃમ્હ સમાજ નું અધિવેશન મળી રહ્યુ છે.પણ એ પહેલા જ સમાજનાં આગેવાનોને અંધારામાં રાખી અધિવેશન નું આયોજન કરાયાનાં આક્ષેપ…

રાજકોટ ખાતે આગામી તા.19 તથા 20નાં બૃમ્હ સમાજ નું અધિવેશન મળી રહ્યુ છે.પણ એ પહેલા જ સમાજનાં આગેવાનોને અંધારામાં રાખી અધિવેશન નું આયોજન કરાયાનાં આક્ષેપ સાથે વિરોધ ઉઠવા પામ્યો છે.
આ અંગે રાજકોટ થી બૃમ્હ અગ્રણી કશ્યપભાઇ ભટ્ટ તથા ગોરધનભાઈ બામટા એ સૌરાષ્ટ્ર કચ્છ સમગ્ર બૃમ્હ સમાજનાં પ્રમુખ તથા ટ્રસ્ટ઼ીઓને પત્ર પાઠવી રજૂઆત કરી છે.જેમા જણાવાયું છે કે ત્રણ ચાર મહીના પહેલા રાજકોટ ખાતે ભગવતીપરા આહિર સમાજ ની વાડી માં સૌરાષ્ટ્ર કચ્છ બૃમ્હ સમાજની મળેલી બેઠકમાં રાજકોટ જીલ્લા તથા શહેર પ્રમુખ અંગે ચુંટણી પ્રક્રીયા હાથ ધરવા માં આવી હતી.તે સમયે પંકજભાઇ રાવલ,કશ્યપભાઇ ભટ્ટ તથા ગોરધનભાઈ બામટા એ ઉમેદવારી કરી હતી.

પરંતુ ચુંટણી પ્રક્રિયા દરમિયાન વિવાદ સર્જાતા ચુંટણી નિરિક્ષકો મિલનભાઇ શુકલ,ભુપતભાઈ પંડ્યા અને ચિંતનભાઇ દવે દ્વારા એવો નિર્ણય લેવાયો હતો કે હવે પછી ચુંટણી માટે નવી તારીખ આપવામાં આવશે અને ઉમેદવારો વચ્ચે યોગ્ય રીતે ચુંટણી યોજાશે. દરમિયાન અમોને શોશ્યલ મીડીયા દ્વારા એક પત્રિકા ધ્યાને આવેલ જેમાં પંકજભાઇ રાવલ દ્વારા અધિવેશન બોલાવાઈ રહ્યુ છે.

ખરેખર ચુંટણી પ્રક્રીયા પુર્ણ કર્યા વગર અધિવેશન બોલાવવાની કાર્યવાહી અયોગ્ય અને ગેરબંધારણીય છે.સૌરાષ્ટ્ર કચ્છ બૃમ્હ સમાજ દ્વારા જીલ્લા, શહેર ની ચુંટણી અંગે અગાઉ લેવાયેલા નિર્ણયનું પાલન થાય અને નિષ્પક્ષ રીતે તમામ ઉમેદવારો ને સમાન તક મળે તે ન્યાય નાં હિતમાં ગણાશે. કશ્યપભાઇ ભટ્ટ તથા ગોરધનભાઈ બામટા એ પ્રમુખ તથા ટ્રસ્ટ઼ીઓ ને વધુમાં જણાવ્યુ કે વહેલી તકે પારદર્શક અને ન્યાયિક ચુંટણી યોજાય તે સમસ્ત બ્રહ્મસમાજનાં હિતમા છે.અન્યથા ન્યાય મેળવવા કાયદાકીય પગલા લેવાની ફરજ પડશે તેવુ જણાવ્યું હતું.

બન્ને આગેવાનોએ ઉલ્લેખ કર્યો કે અગાઉ વર્ષ 2017માં ચુંટણી વેળા મોટી માથાકુટ સર્જાઇ હતી.જેમાં સમાજ નાં નિર્દોષ યુવાનોને ખોટી રીતે ફીટ કરી દેવાયા હતા.અને છ છ મહીના જેલ ભોગવવી પડી હતી.તેનુ પુનરાવર્તનના થાય તેની જવાબદારી આપની છે. કશ્યપભાઇ ભટ્ટ તથા ગોરધનભાઈ બામટા એ સૌરાષ્ટ્ર કચ્છ બૃમ્હ સમાજ પ્રમુખ તથા ટ્રસ્ટ઼ીઓ ઉપરાંત બૃમ્હ સમાજનાં અગ્રણીઓ જીતુભાઇ મહેતા,જીતુભાઇ આચાર્ય, ભરતભાઈ ઓઝા,એડવોકેટ મોનિશભાઇ જોશી, જયેશભાઈ ત્રિવેદી, પ્રતિકભાઇ બલભદ્ર, મૌલીકભાઇ પંડ્યા,સમીરભાઈ પંડ્યા,જયભાઈ રાવલ ને પણ આ અંગે માહિતગાર કરી ન્યાયિક લડત માટે જણાવાયું છે. સૂત્રોનાં જણાવ્યાં મુજબ ચુટણી થયા વગર પંકજભાઇ રાવલે પોતાને પ્રમુખ જાહેર કરી દિધા હોય તેમની હરકત સામે વિરોધ નો સુર ઉઠવા પામ્યો છે.