MBBSમાં બોન્ડનો વિવાદી નિર્ણય અંતે બદલાયો, તમામ ઉમેદવારો ભાગ લઇ શકશે

  રાજ્યમાં 2020ની બેચના MBBS બોન્ડેડ તબીબોની રજૂઆતોના પગલે આખરે વિવાદાસ્પદ નિર્ણય બદલવાની ફરજ પડી છે. અગાઉ માત્ર મર્યાદિત તબીબોને જ ચોઇસ ફિલિંગની મંજૂરી અપાતા…

 

રાજ્યમાં 2020ની બેચના MBBS બોન્ડેડ તબીબોની રજૂઆતોના પગલે આખરે વિવાદાસ્પદ નિર્ણય બદલવાની ફરજ પડી છે. અગાઉ માત્ર મર્યાદિત તબીબોને જ ચોઇસ ફિલિંગની મંજૂરી અપાતા મેડિકલ આલમમાં ભારે અસંતોષ ફેલાયો હતો. જેને લઈને તબીબો દ્વારા લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું, અને ગ્રામીણ આરોગ્ય વ્યવસ્થા ખોરવાવાની અને નીટ પીજી પરીક્ષા પર થનારી વિપરીત અસરો અંગે રજૂઆત કરી હતી. આમ, તબીબોની રજૂઆતના પગલે સરકારે અગાઉની પ્રક્રિયા તાત્કાલિક રદ કરી તમામ 3336 સુધીના લાયક ઉમેદવારો આ પ્રક્રિયામાં ભાગ લેવાની મંજુરી આપી છે.

જેમાં હવે 16 જુલાઈ સુધી ઓનલાઈન પસંદગી પ્રક્રિયા ખુલ્લી રહેશે. 2020ની બેચના કુલ 3336 તબીબોએ MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સરકારી નિયમો અનુસાર એક વર્ષની ફરજિયાત બોન્ડ સેવા આપવાની થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં ક્લાસ-2 મેડિકલ ઓફિસરની 1492 ખાલી જગ્યાઓ માટે ચોઈસ ફિલિંગ શરૂૂ કરાયું હતું, પરંતુ તેમાં માત્ર મર્યાદિત તબીબોને જ પરમિશન આપવામાં આવી હતી. આ નીતિના કારણે અડધાથી વધુ પાત્ર ઉમેદવારો બહાર રહી જતા હતા. આમ, અસમાનતાને લઈને તબીબોમાં વિરોધ શરૂૂ થયો હતો અને તમામ લાયક ઉમેદવારોને તક મળે તેવી માગ ઉઠી હતી. દરમિયાન, તબીબોએ આરોગ્ય મંત્રી અને કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, આગામી 30 ઓગસ્ટના રોજ યોજાનારી નીટ પીજી પરીક્ષાની તૈયારી ખોરવાશે અને અંતરિયાળ ગામડાઓમાં આરોગ્ય સુવિધાઓ કથળી જશે.