ગોંડલ હાઇવે ઉપર રૂા.59.32 લાખનો દારૂ ભરેલું ક્ધટેનર ઝડપાયું

ગોંડલ નાં નેશનલ હાઇવે પર ઉમવાડા ચોકડી નજીક ગત રાત્રીનાં બી’ડીવીઝન પોલીસે કચ્છ પાસીંગ નાં પસાર થઇ રહેલા ક્ધટેનર ને અટકાવી તલાસી લેતા તેમાથી રુ.59,32,320…

ગોંડલ નાં નેશનલ હાઇવે પર ઉમવાડા ચોકડી નજીક ગત રાત્રીનાં બી’ડીવીઝન પોલીસે કચ્છ પાસીંગ નાં પસાર થઇ રહેલા ક્ધટેનર ને અટકાવી તલાસી લેતા તેમાથી રુ.59,32,320 ની કિંમત નો વિદેશી દારુનો મોટો જથ્થો મળી આવતા ક્ધટેનર સહિત રુ.89,32,320 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.ક્ધટેનર થોભાવી તેનો ચાલક અંધારા માં નાશી છુટ્યો હોય પોલીસે તેની શોધખોળ શરુ કરીછે.

પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રીનાં આઠનાં સુમારે બી’ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઇ. જી.એસ.ગઢવી નાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડાંગર, કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા,મદનસિંહ ચૌહાણ સહિત નો પોલીસ સ્ટાફ નેશનલ હાઇવે પર ઉમવાડા ચોકડી નજીક વાહન ચેકીંગ ની કામગીરી કરી રહ્યો હતો.એ સમયે જીજે 12 ઝેડ 1211 નંબર નાં પસાર થઇ રહેલા ક્ધટેનર ને અટકાવતા ક્ધટેનર થોભાવી તેનો ડ્રાઇવર પલભર માં અંધારાનો લાભ લઇ નાશી છુટયો હોય પોલીસ ને શંકાસ્પદ જણાતાં ક્ધટેનર ની તલાશી હાથ ધરતા તે વિદેશી દારુની પેટીઓ થી ભરેલું નજરે પડતા પોલીસ ચોંકી ઉઠી હતી.

દરમ્યાન ક્ધટેનર બી’ડીવીઝન પોલીસ મથકે લઇ જઇ વિદેશી દારુનાં જથ્થાની ગણતરી કરતા વિદેશી દારુની અલગ-અલગ બ્રાન્ડ ની ચપલા સહિત 25416 બોટલ સાથે 940 પેટી મળી આવી હતી.પોલીસે રુ.59,32,320 ની કિંમત નો વિદેશી દારુ નો જથ્થો તથા રુ.3 લાખ ની કિંમત નાં ક્ધટેનર સાથે રુ.89,32,320 નો મુદ્દામાલ જપ્ત કરી નાશી છુટેલા ચાલક ને શોધવા ચક્રોગતિમાન કર્યા છે. ક્ધટેનર માં માત્ર ડ્રાઇવર હતો કે સાથે અન્ય કોઇ પણ હતુ તથા દારુનો જથ્થો કોણે મોકલ્યો અને ક્યાં પંહોચતો કરવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરીછે.