Site icon Gujarat Mirror

પૂર્વ મંત્રી રાઘવજી પટેલને સોશિયલ મીડિયામાં બદનામ કરવાનું કાવતરું

જામનગરના અગ્રણી બિલ્ડર પિતા પુત્ર દ્વારા પોતાને જાહેર જીવનમાં બદનામ કરવા અંગે જુદી જુદી બે આઈડીના ધારક સામે સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તે જ આઈડી ધારક સામે જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રીએ ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. સાબર ક્રાઇમ પોલીસની ટીમ સમગ્ર મામલામાં તપાસ ચલાવી રહી છે.

જામનગરના અગ્રણી બિલ્ડર જમનભાઈ ફળદુ અને તેમના પુત્રને સોશિયલ મીડિયામાં બદનામ કરવાનું કાવતરું રચવા અંગે બે આઈડી ધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, દરમિયાન ગઈકાલે ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે પણ સાયબર ક્રાઈમ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ની આ.ઇડી. ના ધારક સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ દ્વારા નોંધાવાયેલી ફરિયાદ ના અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 331(2), 331 (4), 352, 351 તથા આઈ.ટી. એક્ટ કલમ 11(સી) મુજબ કોનો નોંધવામાં આવ્યો છે.

જે ફરિયાદમાં જાહેર કરાયા ની વિગતો અનુસાર આરોપી ફેસબુક આઈ.ડી. ના વપરાશકર્તા વિશાલ કણસાગરા તથા ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. ના વપરાશકર્તા વી. કણસાગરા77 એ પોતાને સોશીયલ મીડીયાના માધ્યમથી બદનામ કરવાના ઇરાદે તેમજ પોતાની સમાજમાં બદનક્ષી થાય, અથવા કોઈને કોઈ પ્રકારે પોતાની પાસેથી નાણા પડાવવાના ઇરાદે તથા પોતાની સસ્તી પ્રસીધ્ધી મેળવવાના ઇરાદે પૂર્વ મંત્રીના ફોટા તેઓની મંજૂરી વગર કોઇપણ રીતે મેળવીને ચોરી કરી લીધા હતા.

જે ફોટોગ્રાફ્સમા આર્ટીફીશીયલ ઇન્ટેલીઝન્સથી એડીટીંગ કરી ફોટોગ્રાફસ વિકૃત કરી પોતાની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવુ જાણવા છતાં ખોટું ઈલેક્ટ્રોનીક રેકર્ડ બનાવી તથા અલગ અલગ વિડિયો બનાવી ફોટાઓ તથા વિડિયોમા બદનામ કરતા લખાણ લખી/બોલી સુલેહ ભંગ થાય તે માટે ઉશ્કેરવા સારૂૂ ઉશ્કેરણી જનક લખાણ લખી ફોટો ગ્રાફસ તથા વિડિયો પોતાની આઈ.ડી. મા અપલોડ કરી વાયરલ કરી દીધા હોવાનું જાહેર કર્યું હતું.
સાયબર ક્રાઇમના પી.આઇ. આઇ. એ. ધાસુરા અને તેઓની ટીમ દ્વારા આ સમગ્ર મામલામાં તપાસ શરૂૂ કરી દેવામાં આવી છે, અને બિલ્ડર જમનભાઈ ફળદુ અને પૂર્વ મંત્રી રાઘવજીભાઈ બંનેને અપમાનજનક કૃત્ય કરનાર ઉપરોક્ત આઈડી ધારક શખ્સની શોધખોળ હાથ ધરી છે.

Exit mobile version