ગાંધીનગરમાં બેરિકેડિંગ તોડી પોલીસ ભવનમાં ઘુસ્યા કોંગ્રેસના કાર્યકરો

પાટનગર ગાંધીનગરમાં રાજ્ય સરકારની નીતિઓ અને કાયદો-વ્યવસ્થાના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે હંગામો મચી ગયો હતો. પોલીસ ભવન અને સરકારી કચેરીઓ…

પાટનગર ગાંધીનગરમાં રાજ્ય સરકારની નીતિઓ અને કાયદો-વ્યવસ્થાના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે હંગામો મચી ગયો હતો. પોલીસ ભવન અને સરકારી કચેરીઓ તરફ કૂચ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ સુરક્ષા માટે મૂકવામાં આવેલા લોખંડના બેરિકેડ્સ તોડી નાખ્યા હતા, જેના પગલે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે તીવ્ર ઘર્ષણ સર્જાયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે પોલીસ ભવન તરફ આગળ વધ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ દેખાવકારોને રોકવા માટે પોલીસ પ્રશાસન દ્વારા અગાઉથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને રસ્તાઓ પર ભારે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. જોકે, જોશમાં આવેલા આંદોલનકારીઓએ પોલીસના આ સુરક્ષા ઘેરાબંધીને તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો.

આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ પ્રદેશના દિગ્ગજ નેતાઓ જેમ કે અમિત ચાવડા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કરી રહ્યા હતા. નેતાઓની આગેવાની હેઠળ કાર્યકરોએ પોલીસ પ્રતિરોધને પાર કરી કમ્પાઉન્ડ કે વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા જ માહોલ તણાવપૂર્ણ બન્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસકર્મીઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને અનેક કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર પોલીસ સ્ટેશન અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના પોલીસ જવાનો અને SRPની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહીને સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ ઘટનાને પગલે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આગામી દિવસોમાં રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

રેન્જ આઇજી વિરેન્દ્ર યાદવે 11 કરોડની ખંડણી માંગ્યાનો આક્ષેપ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, જગદીશભાઈ ઠાકોર તેમજ એડવોકેટ આનંદ યાજ્ઞિકે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગાંધીનગર નજીક આવેલા ખોરજ ખાતે ઠાકોર સમાજના ગરીબ પરિવારની રૂૂ.150 કરોડની કિંમતી જમીન પચાવી પાડવાના પ્રકરણમાં ભોગ બનનાર રવિ ઠાકોરે સભાનતાપૂર્વક આપેલા વીડિયો નિવેદન અને કબૂલાતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ગાંધીનગરના રેન્જ આઈજી વીરેન્દ્ર યાદવે તેમની કચેરીમાં બોલાવી ખોરજની જમીન ઊંચા ભાવની હોવાનું કહીને 10 ટકા હિસ્સા લેખે રૂૂ. 11 કરોડ ચૂકવવાની કથિત માંગણી કરી હતી અને આ રકમ ન મળે ત્યાં સુધી કોઈ કામ આગળ નહીં વધે તેવી ચીમકી પણ આપી હતી.આઈજીના સૂચન બાદ રવિ ઠાકોરે અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઈને કથિત રીતે રૂૂ. 70 લાખ ચૂકવ્યા હતા, જેના નાણાકીય વ્યવહારોના દસ્તાવેજી પુરાવા પણ ઉપલબ્ધ છે.

જ્યારે બાકીની રકમની વાત અટકી ગઈ ત્યારે છેલ્લા દોઢ-બે મહિનાથી પોલીસ અને કલોલના જમીન દલાલો દ્વારા પીડિત કાજલબેન ઠાકોર અને રવિ ઠાકોરના પરિવારને માનસિક અને શારીરિક રીતે અતિશય ત્રાસ આપવામાં આવી રહ્યો છે. અડાલજ પોલીસ સ્ટેશનમાં પીઆઈની ચેમ્બરમાં મહિલા પોલીસ કર્મચારીની ગેરહાજરીમાં કાજલબેનને ઘેરીને, દબાણ કરી રવિ ઠાકોર વિરુદ્ધ કિડનેપિંગની તદ્દન ખોટી ફરિયાદ આપવા મજબૂર કરાયા હતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરનું નામ પણ સંડોવવામાં આવ્યું હતું. આ સમગ્ર ષડયંત્રના ભાગરૂૂપે એલસીબી પોલીસે પરિવારના અન્ય સભ્યોને રાત્રિના સમયે ઉઠાવી લીધા હતા તેમજ અન્ય સગા-સંબંધીઓને સોમનાથ-દ્વારકાથી પકડી લાવીને ગોંધી રાખવામાં આવ્યા હતા.