Site icon Gujarat Mirror

પ્રભુ મહાવીર સ્વામીની શોભાયાત્રાનું ભાવભીનું સ્વાગત કરતી કોંગ્રેસ

કોંગ્રેસ આગેવાનોએ જૈન ધર્મના ભાઇઓને શુભેચ્છા પાઠવી

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણી ની યાદી મુજબ ભગવાન શ્રી મહાવીર સ્વામીના 2623 ના જન્મ જયંતી નિમિત્તે જન્મ દિવસ છે. જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ છે આ દિવસે ધર્મના ચોવીસ માં તેમજ છેલ્લા તીર્થકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાથી આ દિવસ મહાવીર જન્મ જયંતિ તરીકે મનાવવામાં આવે છે.

મહાવીર સ્વામી જન્મ જયંતી અંતર્ગત રાજકોટમાં જૈનમ અને સમગ્ર જૈન સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રા નીકળેલ હોય તે શોભાયાત્રા નું ફુલછાબ ચોક ખાતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્ય ભાવભીનું સ્વાગત કરાયું હતું અને જૈન ધર્મ ભાઈઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આજના સ્વાગત ના કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, જાણીતા ન્યુરો સર્જન ડોક્ટર હેમાંગ વસાવડા, ભાવેશભાઈ બોરીચા, મયુરભાઈ શાહ, જલ્પેશભાઈ વાઘેલા, જયંતીભાઈ હિરપરા, જીતુભાઈ ઠાકર, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version