રોડ-રસ્તા, સ્ટ્રીટલાઇટ, ગંદકી, આરોગ્ય પાણીની સમસ્યા હલ માટે કોંગ્રેસ મેદાને

ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ દ્વારા “બેટર સીટી” અભિયાન સમગ્ર ભારતના વિવિધ શહેરોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના પાંચ શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, મોરબી…

ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ દ્વારા “બેટર સીટી” અભિયાન સમગ્ર ભારતના વિવિધ શહેરોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના પાંચ શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, મોરબી નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત “મારું શહેર, મારો હક” માં રાજકોટ શહેર જિલ્લા યુવા કોંગ્રેસના તમામ હોદ્દેદારો નેતાઓ કાર્યકરો રાજકોટ શહેરના 18 વોર્ડમાં ફરીને પ્રજાને મળીને પ્રજાની સમસ્યા હલ કરવાની બાહેધરી લેવામાં આવશે.

સમસ્યાઓ જેવી કે સ્ટ્રીટ લાઈટ હોય રોડ રસ્તા સફાઈ ગંદકીની સમસ્યાઓ હોય પબ્લિક ટ્રાન્સપોર્ટ પાર્કિંગમાં થતી સમસ્યાઓ સરકારી સ્કૂલ સરકારી આરોગ્ય કેન્દ્રમાં જે થતી સામાન્ય માણસ ને પડતી મુશ્કેલીઓ પીવાના પાણીની સમસ્યા અને બીજી આમાં કોઈ જે જનતાની માંગ હશે તે અમારા સાથે મળીને તેમનો નિરાકરણ લાવવામાં આવશે તે એકત્રિત કરીને અધિકારીઓને રજૂઆત કરીને હલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. હા લોન્ચિંગ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ દીપ ભંડેરી, રાજકોટ શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ ભાગ્યરાજસિંહ વાળા, તેમજ હોદ્દેદારો જયદીપ મયાત્રા, યજ્ઞેશભાઈ દવે, હિરલબા રાઠોડ, નરેન્દ્ર પટેલ, અક્ષાંશ ગોસ્વામી, મન ખાચરિયા.