કોંગ્રેસ દ્વારા લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ માટે પથદર્શક ‘કારકિર્દીના ઉંબરે’ પુસ્કતનું વિમોચન

પુસ્તકમાં ધો.10-12 પછીના કોલેજ, કોર્ષ, સ્કોલરશીપ, એજ્યુ.લોન અને બેઠકોની સંખ્યા સહિતની માહિતી ઉપલબ્ધ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ વાલીઓ માટે પથદર્શક બનતું પુસ્તક ‘કારકિર્દીના ઉંબરે’ની 21મી આવૃતિનું…

પુસ્તકમાં ધો.10-12 પછીના કોલેજ, કોર્ષ, સ્કોલરશીપ, એજ્યુ.લોન અને બેઠકોની સંખ્યા સહિતની માહિતી ઉપલબ્ધ

ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ વાલીઓ માટે પથદર્શક બનતું પુસ્તક ‘કારકિર્દીના ઉંબરે’ની 21મી આવૃતિનું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો.તુષાર ચૌધરી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિતનાં વરિષ્ઠ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

કારકિર્દીના ઊંબરે ધોરણ 12 પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીક એ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશી, જેઓ છેલ્લા 30 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સનિષ્ઠતાથી જોડાયેલા છે ડો. મનીષ દોશી અને તેમના સહયોગી દ્વારા સતત 21 વર્ષથી પ્રતિબદ્ધતા સાથે આ પુસ્તકનું પ્રકાશન કરવું એ માત્ર એક પુસ્તક નથી, પરંતુ ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્યને સાચી દિશા આપતો સેવાયજ્ઞ છે. ધોરણ-10 અને ધોરણ-12 પછી કારકિર્દી ઘડતરની અનેક તકો ઉપલબ્ધ છે ત્યારે કોંગ્રેસ પક્ષ રાજનીતિની સાથે સમાજની પ્રગતિ, સમૃધ્ધિ અને સશક્તિકરણ માટે રચનાત્મક કાર્ય કરતો રહ્યો અને ભારતના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહ્યો છે.

કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખશ્રી અમિત ચાવડાએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ છેલ્લા બે દાયકાથી આ પુસ્તકના માધ્યમથી ગુજરાતના સરહદી અને ગ્રામીણ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસ પક્ષની યુપીએ સરકારે શિક્ષણના મુળભૂત અધિકાર અપાવ્યો હતો પરંતુ તેનો અયોગ્ય અમલીકરણને પગલે વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતરને અવરોધે છે.

કારકિર્દીના ઊંબરે ધોરણ 12 પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતું કે જ્યારે વિદ્યાર્થી ધોરણ 10 કે 12 પાસ કરે છે, ત્યારે તેની સામે કારકિર્દીના અનેક રસ્તા હોય છે. યોગ્ય માર્ગદર્શનના અભાવે પ્રતિભાઓ કરમાઈ ન જાય તે માટે ‘કારકિર્દીનાં ઉંબરે’ પુસ્તક એક ઉત્તમ પથદર્શક બને છે. શિક્ષણ ક્ષેત્રના પોતાના 30 વર્ષના બહોળા અનુભવનો નીચોડ ડો. મનીષ દોશીએ આ પુસ્તકમાં મૂક્યો છે, જે પ્રશંસનીય છે.

સતત 21માં વર્ષે કારકિર્દીના ઊંબરે ધોરણ 12 પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશી (એન્જિનિયર) જણાવ્યું હતું કે, ’કારકિર્દીનાં ઉંબરે’ પુસ્તકમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 અને ધોરણ 12 પછી ઉપલબ્ધ 300 થી વધુ અભ્યાસક્રમોની વિગતો સાથે વિશેષ કારકિર્દીના અભ્યાક્રમો અંગેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં રાજ્યની કોલેજ, કોર્ષ, સ્કોલરશીપ, એજ્યુકેશન, બેઠકોની સંખ્યા સહિતની મહત્વની વિગતો આપવામ આવેલ છે.

પુસ્તકની મુખ્ય વિશેષતાઓ અને ઉપયોગીતા
વિદ્યાર્થીઓની સરળતા માટે તમામ કોર્ષની વિગતો ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કારકિર્દી પસંદગી માટે કયા માપદંડ અને કઈ રીતે કારકિર્દી પસંદ કરવી તેનો કેરિયર પાથ
સાયન્સ, આર્ટસ અને કોમર્સ પ્રવાહમાં કેવા-કેવા કોર્ષ ઉપલબ્ધ છે અને તે ચોક્કસ ક્ષેત્રમાં આગળ વધવા માટે વિદ્યાર્થીમાં કઈ સ્કીલ (કૌશલ્ય) હોવી જરૂૂરી છે તેની વિગતવાર માહિતી.
વિવિધ કોલેજો, ઉપલબ્ધ કોર્ષ, જે-તે કોર્ષમાં બેઠકોની સંખ્યા, વિવિધ સરકારી સ્કોલરશીપ (શિષ્યવૃત્તિ) અને એજ્યુકેશન લોન (શૈક્ષણિક લોન) મેળવવાની પ્રક્રિયા સહિતની તમામ પાયાની વિગતોનો સમાવેશ.
કારકિર્દીના ઉંબરે પુસ્તકની PDF
https://www.careerpath. info/ebook KarkirdiNaUmbare.pdf,
https://www.incgujarat.com/wp-content/uploads/2026/05/karkirdi-na-umbre.pdf પરથી મળી શકશે.