મોંઘવારી-પેપર લીકના મુદ્દે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી આંદોલન

રાષ્ટ્રીય-રાજ્ય-જિલ્લા-બ્લોક લેવલના કાર્યક્રમો જાહેર કરાશે, 28 જૂને સમયપત્રક બહાર પાડશે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ આર્થિક સંકટ અને સીબીએસઈ તેમજ નીટ પરીક્ષાઓમાં થયેલી અનિયમિતતાઓના મુદ્દે…

રાષ્ટ્રીય-રાજ્ય-જિલ્લા-બ્લોક લેવલના કાર્યક્રમો જાહેર કરાશે, 28 જૂને સમયપત્રક બહાર પાડશે

કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ આર્થિક સંકટ અને સીબીએસઈ તેમજ નીટ પરીક્ષાઓમાં થયેલી અનિયમિતતાઓના મુદ્દે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન અને અભિયાન શરૂૂ કરવાની જાહેરાત કરી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોંગ્રેસે જણાવ્યું કે આ અભિયાન ત્રણ મહિના સુધી ચાલશે અને તેનું વિગતવાર સમયપત્રક 28 જૂને જાહેર કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનો રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા તેમજ બ્લોક સ્તર સુધી યોજાશે.
પાર્ટી કાર્યકર્તાઓને રસ્તા પર ઉતરીને લોકો સુધી પહોંચવાનું આહ્વાન આપવામાં આવ્યું છે.

કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેંકટાપ્પા અને વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું કે બેઠકમાં દેશની વર્તમાન રાજકીય સ્થિતિ અને આર્થિક સંકટની ચર્ચા કરવામાં આવી. પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના વધતા ભાવ, બેરોજગારી, એમએસએમઇ ક્ષેત્રનો વિનાશ અને યુવાનોના ભવિષ્યની ચિંતા જેવા મુદ્દાઓને લઈને સરકાર વિરુદ્ધ આ અભિયાન ચલાવવામાં આવશે.

વેંકટાપ્પાએ કહ્યું, લોકો તીવ્ર મુશ્કેલીમાં છે, પરંતુ સરકાર કોઈ પગલાં લેતી નથી. નીટ અને સીબીએસઈ પરીક્ષાઓની અનિયમિતતાઓથી વિદ્યાર્થીઓ હતાશ થયા છે. સરકાર આ મુદ્દે નૈતિક જવાબદારી લેતી નથી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કેટલા સમય સુધી કરવી પડશે?

કોંગ્રેસે દેશમાં ‘લોકતંત્રની અનુપસ્થિતિ’ અને સામાન્ય માણસની રોજી-રોટીની મુશ્કેલીઓને પણ મુદ્દો બનાવ્યો છે. પાર્ટીએ કહ્યું કે જ્યાં પણ લોકો મુશ્કેલીમાં હશે, ત્યાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પહોંચશે, તેમની વેદના સમજશે અને તેને રાષ્ટ્રીય સ્તરે અવાજ આપશે. આ અભિયાન કોંગ્રેસના આગામી વ્યૂહરચનાનો ભાગ છે, જેમાં પાર્ટી લોકોની સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને સરકાર પર દબાણ વધારવાની તૈયારી કરી રહી છે.

મોદીને મરવા દિયા : રાહુલ ગાંધી
દેશમાં વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને NEET તેમજ CBSE સહિતની પરીક્ષાઓમાં પેપર લીકના ગંભીર મુદ્દાઓ પર કેન્દ્રની મોદી સરકારને ઘેરવા માટે દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે કોંગ્રેસની એક હાઈલેવલ બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પક્ષના તમામ મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ અને પ્રદેશ પ્રમુખો હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની એક ટિપ્પણી ભારે ચર્ચાનો વિષય બની છે, જેમાં તેમણે દેશની પ્રવર્તમાન સ્થિતિ પર કટાક્ષ કરતા કહ્યું કે, મોદીને મરવા દીયા. રાહુલ ગાંધીએ સામાન્ય બોલચાલની ભાષાના મુહાવરા મરવા દિયા (મુશ્કેલીમાં મૂકી દીધા)નો ઉપયોગ કરીને દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બેઠકમાં કહ્યું કે, બેરોજગારીથી દેશનો યુવાન પરેશાન છે, પેપર લીકને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે અને નબળી વિદેશ નીતિને કારણે મોંઘવારી આસમાને પહોંચી છે, જેનાથી સામાન્ય નાગરિક પીસાઈ રહ્યો છે. અમેરિકા સાથેની ટ્રેડ ડીલને લીધે ખેડૂતો ચિંતિત છે અને સંવિધાનની અવગણના કરીને લોકશાહીને નબળી પાડવામાં આવી રહી છે.