Site icon Gujarat Mirror

કોંગ્રેસ દ્વારા ચૂંટણી માટે રણનીતિ ઘડવા મીટિંગ યોજાઇ

 

રાજય માં નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઑ આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ ની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC) ની મીટીંગ તારીખ 19 ને શુક્રવાર ના રોજ સવારે 11:00 કલાકે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ. જેમાં મુખ્ય પાંચ મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી તાલુકા પંચાયત – જિલ્લા પંચાયત માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાની અંગેની કામગીરી હાથ ધરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો તેમજ ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં વિશેષ સઘન સુધારણા (SIR) ની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મતદાર યાદીમાં વિશેષ સઘન સુધારણા (SIR) ની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

તેમજ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિનું સંગઠનનું માળખું બનાવી અને સંગઠનની જિલ્લા-તાલુકા કક્ષાએ ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટ માં નિમણૂકો કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. તેમજ પ્રજા લક્ષી ચૂંટણીલક્ષી કાર્યક્રમનું આગામી આયોજન અને સમીક્ષા જનતાના પ્રશ્નો સાથે સીધો સંપર્ક વધારવા, અને આવનારા દિવસોમાં કોંગ્રેસના વિચારોને ઘેરા સ્તરે પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લાના ચૂંટણી ઢંઢેરા બનાવવા માટેના મુદ્દાઓ અંગેની વિસ્તૃત ચર્ચા પોલિટિકલ અફેસ કમિટી (PAC) ની મીટીંગ કરવામાં આવી હતી તેમજ નવનિયુક્ત રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દીપભાઈ ભંડેરી, એનએસયુઆઈ પ્રમુખ ગૌરવભાઈ ખીમસુરીયા અને અનુસૂચિત જાતિ સેલ ના ચેરમેન રાજેશભાઈ બગડાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પોલિટિકલ અફેસ કમિટી (PAC) ની મીટીંગમાં હિતેશભાઈ મગનભાઈ વોરા, લલીતભાઈ વસોયા, ભોળાભાઈ ગોહિલ, સુરેશભાઈ કે. બથવાર, રણજીતભાઈ ગોહિલ, પીનલબેન સાવલિયા, શૈલેશભાઈ કપુરિયા, મનસુખભાઈ સાકરિયા , યતીશભાઈ દેસાઈ, દીપકભાઈ વેકરીયા , અવસરભાઈ નાકીયા, સંજયકુમાર ઝાલાવાડિયા, લાખાભાઈ ડાંગર, લક્ષ્મણભાઈ ભોપાળા, રાજેશભાઈ અમૃતિયા, દિનેશભાઈ વોરા, ગોવિંદભાઈ ડોબરિયા, ચંદ્રેશભાઈ પરમાર, કિરીટસિંહ ગોહિલ, ઝાલા હર્ષદસિંહ, કુંજડીયા આશિષકુમાર , ધીરુભાઈ છાયાણી, સુરેશભાઈ ગીડા, મુકેશભાઈ રાજપરા, ચતુરસિંહ જાડેજા, પાંભર કૌશિકભાઈ, પંકજભાઈ ગોંડલિયા, નીશીતભાઈ ખુંટ, મનીષાબા વાળા, ગોપાલભાઈ મોરવાડિયા, દીપભાઈ ભંડેરી, ગૌરવભાઈ ખીમસુરીયા, રાજેશભાઈ બગડા, ઝાપડિયા વિપુલભાઈ સહિતના પોલિટિકલ અફેસ કમિટી (PAC) સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેવું રાજકોટ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડીયા ની યાદીમાં જણાવાયું છે.

Exit mobile version