Site icon Gujarat Mirror

કોંગ્રેસના હિતેન્દ્રસિંહ રાજકોટના સૌથી ધનિક ઉમેદવાર

રૂા.105 કરોડની તો ફકત જમીન છે, મ્યુચ્યુઅલ ફંડમાં રૂા.10 લાખનું રોકાણ, પાંચ કારનો કાફલો

રાજકોટ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આગામી 28 એપ્રિલના રોજ યોજાનાર મતદાન માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ એડીચોટીનું જોર લગાવ્યું છે. સોમવારે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થતા હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. શહેરના 18 વોર્ડની કુલ 72 બેઠકો માટે હવે 243 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે.

આ ચૂંટણીમાં ઉમેદવારોએ જાહેર કરેલી મિલકતોમાં વોર્ડ નં. 1 ના કોંગ્રેસના ઉમેદવાર હિતેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાની અબજોની સંપત્તિ જાહેર કરીને ધનિક ઉમેદવાર બન્યા છે. તેમની પાસે કુલ 1,05,30,61,772 (એક અબજ પાંચ કરોડથી વધુ) ની મિલકત છે. જેમાં105 કરોડની તો માત્ર જમીન જ હિતેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટ મનપાની ચૂંટણીના સૌથી ધનિક ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે.

તેમની પાસે રોકડ અને બેંક બેલેન્સ રોકડ રકમ: 4,24,385 લાખ જયારે બેંક ડિપોઝિટ 5,76,182 લાખ શેર/મ્યુચ્યુઅલ ફંડ 10,07,720 લાખ સહિતનો સમાવશે થઇ છે .પાંચ જેટલી કરો જેમની કિંમત 30 લાખ જેટલી થવા જય છે. જયારે સ્થાવર મિલકત જમીન અને મકાન વાત કરવામાં આવે તો હિતેન્દ્રસિંહ પાસે અમદાવાદ અને રાજકોટમાં કરોડોની કિંમતની જમીનો આવેલી છે.જેમાં ખેતીની જમીન (ધંધુકા/ઝીંઝર) 60 કરોડ (બે ખેતીની જમીન) ખેતીની જમીન (નાનામવા, રાજકોટ): 45 કરોડ અન્ય મિલકતો રૈયામાં 35 લાખની દુકાન, શાસ્ત્રીનગરમાં ટેનામેન્ટ અને વિદ્યાનગરમાં ફ્લેટ સહિતની મીકાળતો મળી એક અબજ પાંચ કરોડથી વધુ ની મિલકત થવા જાય છે.

અતુલ રજાણી પાસે ₹8.58 કરોડની સંપત્તિ: સોગંદનામામાં ખુલાસો
કોંગ્રસ વોર્ડ નંબર 3 ના ઉમેદવાર અતુલભાઈ રજાણી દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, તેમની પાસે કુલ ₹8,58,00,000 (8 કરોડ 58 લાખ) થી વધુની મિલકત હોવાનું સામે આવ્યું છે.જેમાં જંગમ મિલકત રોકડ રકમ, બેંક બેલેન્સ અને શેરબજારના રોકાણ મળીને કુલ ₹1.81 કરોડની તરલ સંપત્તિ ધરાવે છે. ખેતીની જમીન અને વ્યવસાયિક મકાનો સહિત કુલ ₹6,77,39,771 ની અસ્કયામતો છે.સાથે એક પેન્ડિંગ ગુનાહિત કેસ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ઈંઙઈ ની કલમ 143, 147 અને 188 હેઠળ ગુનો નોંધાયેલ છે.

નયનાબાની મિલકત 17 કરોડ, રવિન્દ્ર સાથે જોઈન્ટ ખાતામાં 5.75 કરોડની એફડી
વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના બહેન નયનાબા જાડેજા પાસે 17 કરોડથી વધુની મિકલત હોવાનું સામે આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મકનપુર ગામે તેમને વારસાઈ અથવા બક્ષીસમાં એક વિશાળ ખુલ્લો પ્લોટ મળેલો છે, જેની વર્તમાન બજાર કિંમત આશરે 11 કરોડ જેટલી થાય છે. ભાઈ સાથેના જોઈન્ટ ખાતામાં 5.75 કરોડની ફિક્સ ડિપોઝિટ માં તેમનો અડધો હિસ્સો છે.મ્યુચ્યુઅલ ફંડ 60 લાખથી વધુનું જંગી રોકાણ છે. જયારે ઝવેરાત: 200 ગ્રામ સોનું, જેની બજાર કિંમત અંદાજે 28 લાખ છે. વધુ થવા જય છે આમ કુલ મળેને 11 કરોડથી વધુની મિકલત અને મ્યુચ્યુઅલ ફંડ ફિક્સ ડિપોઝિટ અને કાર મળીને 17 કરોડ થવા જઈ છે.

Exit mobile version