એન્ટી માર્કેટિંકસ સેલ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્ટેલમાં ચેકિંગ કરવા રજૂઆત
રાજકોટ શહેર પોતાની સંસ્કૃતિ, સંસ્કાર અને રંગીલા રાજકોટ” તરીકેની ઓળખ માટે જાણીતું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્ટેલ વિસ્તારોમાં નશીલા પદાર્થોના પ્રસાર અંગે ચિંતાજનક ચર્ચાઓ સામે આવી રહી છે. આ ગંભીર મુદે શકોટ શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી મયુર શાહ દ્વારા તંત્રને તાત્કાલિક પગલાં લેવાની માગ કરવામાં આવી છે.
ખાસ કરીને મોરબી રોડ પર આવેલ નામાંકિત કોલેજ અને આસપાસના વિસ્તારો અંગે સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. યુવાનોમાં ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોનો વધતો પ્રભાવ સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે.
અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે ગુનો કોઈ વ્યક્તિ કરે છે કોઈ દેશ, જાતિ કે સમુદાય નહીં. પરંતુ જો કોઈ પણ વિદ્યાર્થી (દેશી કે વિદેશી) ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો જણાય, તો તેના વિરુદ્ધ તાત્કાલિક અને કડક કાયદાકીય કાર્યવાહી થવી જ જોઈએ.
આ સંદર્ભે મયુર શાહ દ્વારા માંગ કરવામાં આવી છે કે શહેરની તમામ કોલેજો અને હોસ્ટેલ વિસ્તારોમાં એન્ટી-નાર્કોટિક્સ સેલ દ્વારા સઘન ચેકિંગ કરવું. વિદેશી વિદ્યાર્થીઓના દસ્તાવેજો અને વિઝા નિયમોની સમયાંતરે ચકાસણી કરવી. કોલેજ કેમ્પસમાં સીસીટીવી અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી તેમજ પોલીસ-પ્રશાસન-કોલેજ સંચાલકોની સંયુક્ત બેઠક બોલાવી એક એક્શન પ્લાન જાહેર કરવો અને યુવાનોમાં નશા વિરોધી જાગૃતિ અભિયાન શરૂૂ કરવું.

