તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ઝેરી દારૂૂ પીવાથી અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની અત્યંત દુ:ખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. રાજ્યમાં દારૂૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં ગેરકાયદેસર રીતે દારૂૂનું વેચાણ અને હેરફેર થતી હોવાની હકીકત આ ઘટનાએ ઉજાગર કરી છે.
આ મુદ્દે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ જિલ્લા કલેક્ટર રાજકોટને આવેદનપત્ર પાઠવી ઝેરી દારૂૂની ઘટનાની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, ગેરકાયદેસર દારૂૂના વેપારને પ્રોત્સાહન આપતા તત્વો અને જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે તેમજ રાજ્યભરમાં દારૂૂના અડ્ડાઓ સામે વિશેષ અભિયાન ચલાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ ગેરકાયદેસર દારૂૂના વેપાર અને બૂટલેગરોની પ્રવૃત્તિઓ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP) રાજકોટને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા ગેરકાયદેસર દારૂૂના અડ્ડાઓ સામે વિશેષ ઝુંબેશ ચલાવવા, દારૂૂના વેપાર સાથે સંકળાયેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા તેમજ શહેરને નશામુક્ત બનાવવા અસરકારક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં દારૂૂબંધી માત્ર કાગળ પર નહીં પરંતુ જમીન પર પણ દેખાવા જોઈએ. ઝેરી દારૂૂના કારણે નિર્દોષ લોકોના મોત અત્યંત દુ:ખદ છે અને આ માટે જવાબદાર તમામ તત્વો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. આ કાર્યક્રમમાં ડો.રાજદીપસિંહ જાડેજા, જસવંતસિંહ ભટ્ટી ,ગાયત્રીબા વાઘેલા ,અતુલ રાજાણી ,સંજય અજુડીયા,તુષાર નંદાણી ,ગોપાલ અંદડકટ ડી. પી.મકવાણા,,નરેન્દ્ર સોલંકી ,વૈશાલીબેન શિંદે,અર્જુનભાઈ ચૌહાણ,દિપ્તીબેન સોલંકી, ઇબ્રાહીમભાઇ સોરા ,મેહુલભાઈ મકવાણા ,ગૌરવભાઈ પૂજારા અલ્પેશ સાધરીયા, હિરલબા રાઠોડ ,જયદીપ મયાત્રા,નિલેશભાઈ મારુ મેપાભાઈ કણસાગરા ,હાર્દિપભાઈ રાઠોડ ,ઠાકરશીભાઈ ગજેરા કેતનભાઇ તાળા ,દીપ ભાઈ ભંડેરી ,નરેન્દ્ર ભાઈ પટેલ , મુકુંદ ટાંક, અલ્તાફભાઈ મેમોન ,યોગીતાબેન વાડોલીયા અમિતભાઈ ઠાકર ,જીતુભાઈ ઠાકર, જગદીશસિંહ જાડેજા, નયનાબા જાડેજા, રાજુભાઈ આમરણીયા, શૈલેષભાઈ સાકરીયા, ભરતભાઈ કોયાણી, અહેસાનભાઈ ચૌહાણ, રાજુભાઈ બાબીયા, રાજુભાઈ કાચા, સલીમભાઈ કારિયાણીયા, ભાવેશભાઈ વાઘેલા, આર્યનભાઈ કુરેશી, કરીનાબેન કુરેશી, અરમાનભાઈ સૈયદ, રમેશભાઈ જુંજા, મથુરભાઈ માલવી, યજ્ઞેશભાઈ દવે, રાજુભાઈ ચાવડા, જીતુભાઈ રાઠોડ, સુરેશ ગેરૈયા, મનસુખભાઈ જાદવ, બબીતાબેન ગઢીયા, પરેશભાઈ ગઢીયા, મુકેશભાઈ મકવાણા, વિજયસિંહ જાડેજા, અબ્દુલભાઈ શેખ વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
