Site icon Gujarat Mirror

ઉપલેટા તાલુકામાં કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને થયેલ નુકસાનનો સરવે કરાવો

ભર ઉનાળે સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બથી વાતાવરણમાં આવેલ પલટા થી ચોમાસા જેવા વાતાવરણ સર્જાયા અને ભારે ભવનો સાથે કરા પડ્યા અને ધોધમાર વરસાદ પડ્યો તેનાથી ખેડૂતોએ મોટી આશાએ કરેલ ઉનાળુ ખેતીના વાવેતર માં બાજરી મગ તલ ઘાસચારા અને ડુંગળીના પાકોને ભારે નુકસાન થયું છે ભારે ભવનો સાથે આવેલા વરસાદથી બાગાયતી પાકુ કેળા પપૈયા અને કેરીના પાકો તેમજ ફડાવ ઝાડના કાચા ફળો પડી ગયા છે અને બાગાયતી પાકોના ઝાડ ભાંગી પાક નિષ્ફળ થયા છે.

આ કમોસમી વાવઠા ના વરસાદથી ખેડૂતોને ખેતીમાં કરોડો રૂૂપિયાની નુકસાની થયેલ છે ખેડૂતોને થયેલી નુકસાની અંગે ગુજરાત કિસાન સભા ની રાજકોટ જિલ્લા સમિતિની બેઠક કારાભાઈ બારૈયા ના અધ્યક્ષ સ્થાને વિસ્તૃત કારોબારીની મીટીંગ મળી તેમાં ખેડૂતોના ઉનાળુ ખેતીના પાકો અંગે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં સતત ત્રણથી ચાર દિવસ સુધી પડેલા વરસાદ અને સાથે ભારે ભવનો અને કરાથી ખેતીના પાકો બળી ગયા છે અને નિષ્ફળ થયા છે આ નિષ્ફળ થયેલ પાકોનું તાત્કાલિક સર્વે કરવા અંગે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખી માંગ કરેલ છે કે નિષ્ફળ પાકોના સર્વે કરવા અંગે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને ખેતીના નુકસાની અંગે વહેલી તકે સર્વે થઈ શકે અને ખેતીના પાકો ની નુકસાનીની સહાય આપવા માંગ કરેલ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને એસડીઆરએફની યોજના માંથી તાત્કાલિક સહાય ચૂકવવા સરકારે કામગીરી કરવી જોઈએ .

Exit mobile version