Site icon Gujarat Mirror

જામનગર રોડ પર કોમ્યુનિટી હોલનું નિર્માણ સમયમર્યાદામાં પૂર્ણ કરો: મ્યુનિ.કમિશનર

8.64 કરોડના ખર્ચે બનનાર હોલ માટે સંબંધિત અધિકારીઓ અને એજન્સીને આપી સૂચના

રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોને વધુ સારી જાહેર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ વિકાસકાર્યોના ભાગરૂૂપે શહેરના વોર્ડ નં.03 વિસ્તારમાં જામનગર રોડ પર સફાઈ કામદારોને ઉપયોગી બને તેવા આધુનિક સુવિધાઓ ધરાવતા કોમ્યુનિટી હોલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

આ કોમ્યુનિટી હોલનું નિર્માણ અંદાજીત રૂૂપિયા 8.69 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. આ કામ માટે તા.07/01/2026ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે અને હાલ આ પ્રોજેક્ટની કામગીરી આગળ વધી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સફાઈ કામદારોને વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે સુવિધાસભર સ્થળ ઉપલબ્ધ થશે.

આ કામગીરીની પ્રગતિ અંગે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી. આ વિઝીટ દરમ્યાન તેમણે કાર્યરત એજન્સી દ્વારા કરવામાં આવતી કામગીરી, કામની ગતિ, ગુણવત્તા તેમજ આગામી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. કમિશનરએ સંબંધિત અધિકારીઓ અને એજન્સીને સૂચના આપી હતી કે કામમાં ગુણવત્તા જળવાઈ રહે અને નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવે.

મ્યુનિસિપલ કમિશનરની વિઝીટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સીટી એન્જી. અતુલ રાવલ, ડેપ્યુટી સીટી એન્જી., એજન્સીના પ્રતિનિધિ સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version