ગુજરાત

ગોંડલના યુવાનને વ્યાજ વટાવના ધંધાર્થીએ ખોટા કેસમાં ફસાવ્યાની ફરિયાદ

Published

on

ભોગ બનેલ શખ્સ કોઇપણ પ્રકારનું અનિચ્છનીય પગલું ભરે તો વ્યાજખોરની જવાબદારી?

ગોંડલ શહેર ખાતે રહેતા ભવ્યેશભાઇ વિનોદરાય ઢોલ કે જેમને અમુક રકમની જરૂરીયાત ઉભી થતા સુરેન્દ્રનગર વઢવાણ ખાતે રહેતા અનીલભાઇ શુભુભાઇ પરવાડીયા અને વ્યાજ વટાવનો વ્યવસ્યા કરતા હોય તેમની પાસેથી અમુક રકમ માસિક 3% વ્યાજ દરે દીધી હતી પરંતુ અનીલભાઇ એ જે સિક્યુરીટીનો ચેક લીધો હતો. તે અન્ય વ્યક્તિ સાથે મળી બેંકમાં ડિપોઝીટ કરી દઇ મને પોતાના વકીલ મારફતે કોર્ટ નોટીસ મોકલી ખોટા કેસમાં સંડોવવાનું કાવતરું રચિયું હતું.


જાણવા મળતી વિગત અનુસાર ગોંડલ ખાતે રહેતા ભવ્યેશભાઇ ઢોલે પોતાને રૂપિયાની જરૂરીયાત ઉભી થતા સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે રહેતા અનીલભાઇ પરવાડીયા પાસેથી માસીક ત્રણ ટકાના વ્યાજે વટાવના ધંધાર્થી હોય ભવ્યેશભાઇને સિક્યુરીટી માટે તેમના નામનો તારીખ ભર્યા વગરનો ચેક આપવા કહ્યું હતું. જે બાબેત ભવ્યેશભાઇ તૈયાર થતા તે ચેક લઇ માસકી 3 ટકાના દરે ઉછીના રૂપિયા આપ્યા હતા. પરંતુ અનીલભાઇએ છેતરપીંડીના ઇરાદે ભવ્યેશભાઇએ આપેલ ચેકને તેમના ઓળખીતા એવા તેજસભાઇ કવાડીયા કે જે સુરેન્દ્રનગર ખાતે રહે છે. તેમને રૂપિયા અને ભવ્યેશભાઇની જાણ બહાર તે ચેક બેન્કમાં ડિપોઝીટ પણ કરી દીધો જ્યારે ભવ્યેશભાઇ સુરેન્દ્રનગર ખાતે રહેતા તેજસભાઇને ઓળખતા પણ નથી તેમજ ભવ્યેશભાઇનો ચેક અનીલભાઇએ તેજસભાઇ દ્વારા બેંકમાં ડિપોઝીટ કરાવેલ.


ત્યાર બાદ તે ચેક રિટર્ન થતા અનીલભાઇ તથા તેજસભાઇએ પોતાના વકીલ મારફતે ચેક રિટર્નનો ખોટો કેસ દાખલ કરી ભવ્યેશભાઇને નોટીસ મોકલાવેલ છે. જે નોટીસ સામે ભવ્યેશભાઇએ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન બી ડીવીઝનમાં ન્યાય માટે અરજી પણ દાખલ કરી હતી હાલ તે અરજી પેંડીગ છે.


ભવ્યેશભાઇ આ કેસને લીધે હાલ માસીક તાણ અનુભવી રહ્યા હોય અને તેમને આત્મહત્યા ના કરવાના વિચારો પણ આવે છે. જો ભવ્યેશભાઇ ઢોલ ભવિષ્યમાં પોતાની માનસીક સમતુલા ગુમાવી કોઇપણ પ્રકારનું આડું અવળું પગલું ભરે કે આત્મ હત્યા કરે તો આ પરિસ્થિતિ માટે સુરેન્દ્રનગર ખાતે રહેતા અનિલભાઇ અને તેજસભાઇ જ જવાબદાર ગણાશે. તેવું ભવ્યેશભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version