ગુજરાત

રામવન પાછળ સુરભી ઇન્ડસ્ટ્રીઝમાં માતા-પુત્રના મોત મામલે કોન્ટ્રાકટર સહિત બે શખ્સ સામે ફરિયાદ

Published

on

શ્રમિક મહિલા એક વર્ષના બાળકને લઇને બેઠી હતી ત્યારે ટ્રેકટરના ચાલકે કપચી ઠલવતા દીવાળ પડી

આજી ડેમ વિસ્તારમાં રામવન પાછળ સુરભી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં આજે દિવાળીનાં સપરમાં દિવસોમાં જ એક કરૂૂણ બનાવ બન્યો હતો, જેમાં નવા બનતા કારખાનાનાં શેડની દીવાલ ધરાશાયી થતાં ત્યાં સ્તનપાન કરાવતી શ્રમિક મહિલા સીમાબેન સંજયભાઈ મોહનીયા (ઉ.21) અને અને પુત્ર તેમ સાર્થક (ઉ.વ.1)નાં કરૂૂણ મોત નીપજ્યા હતા.આ અંગે આજીડેમ પોલીસમાં ટ્રેકટર લોડરના ચાલક અને લેબર કોન્ટ્રાકટર/વહીવટકર્તા નરેશ નારણભાઈ ચૌહાણ(રહે.માધવ રેસિડેન્સી)સામે બેદરકારી અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.મૂળ મધ્યપ્રદેશનો મોહનીયા પરિવાર ત્રણેક મહિના પહેલા મજૂરી કામ કરી રોજીરોટી રળવા માટે રાજકોટ આવ્યો હતો.

અહીં તેઓ રામવન પાછળ આવેલા સુરભી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નવા બનતા કારખાનાનાં શેડનાં કામમાં મજુરીએ લાગ્યા હતા. આ દરમિયાન આજે રવિવારે સાંજે 5 વાગ્યાનાં અરસામાં શ્રમિક પરિવારની મહિલા સીમાબેનનો એક વર્ષનો પુત્ર સાર્થક બહુ રડતો હોવાથી તેને સ્તનપાને કરાવવા માટે કામ મુકીને બાજુમાં આવેલી સાતેક ફૂટ ઉંચી બેલા-પથ્થરની દીવાલનાં ટેકે બેઠી હતી.

આ સમયે અચાનક દીવાલ ધરાશાયી થઈને માતા- પુત્ર પર ખાબકી હતી. જેથી બન્ને દીવાલનાં કાટમાળ નીચે માતા-પુત્ર બન્ને દટાઈ જતાં હોહા-દેકારો થઈ ગયો હતો.તાબડતોબ માતા-પુત્રને કાટમાળ નીચેની બેશુધ્ધ હાલતમાં બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પણ ત્યાં ડોક્ટરે બન્નેને મૃત જાહેર કરતા શ્રમિક પરિવારમાં આક્રંદ પ્રસરી ગયો હતો.બીજી તરફ આ મામલે જાણ થતાં આજી ડેમ પોલીસની ટીમ દોડી ગઈ હતી અને તપાસ કરતા જાણવા મળ્યું કે, શ્રમિક મહિલા પોતાનાં પુત્રને સ્તનપાન કરાવવા બેઠી હતી, એ દીવાલની પાછળ જ ડમ્પરથી કપચી ઠાલવવામાં આવી રહી હતી.

જેથી કપચીનાં વજન અને દબાણનાં કારણે દીવાલ ધરાશાયી થઈ હતી.પરિણામે આજીડેમ પોલીસના પીઆઇ એ.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ એચ.જે.સોલંકી અને ટીમે મૃતકના પતિ સંજય ગુડું મોહનીયા (રહે.રામનાથ ઈન્ડસ્ટ્રીઝ, ભરત વસોયાના મકાનમાં)ની ફરિયાદ પરથી ટ્રેકટર ચાલક અને કોન્ટ્રાક્ટર સામે લાપરવાહી દાખવીને મોત નીપજાવવા અંગેનો ગુનો દાખલ કરી ધરપકડ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version