Site icon Gujarat Mirror

મવડીના યુવાનની સેલ્ફ ડ્રાઈવમાં લીધેલી થાર પરત ન આપતાં ફરિયાદ

રાજકોટમાં સેલ્ફ ડ્રાઈવમાં ભાડે આપેલી કાર ઓળવી જવાના જાણે રોજિંદા બની ગયા હોય તેમ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં ગોંડલના વિવેક હસમુખ ડાભીએ રૂૂા.7 લાખની થાર ભાડે લઈ પરત નહીં આપ્યાની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

મવડી ચોકડી પાસેની વેલદીપ સોસાયટી શેરીનં.1માં રહેતો ધવલ મુકેશભાઈસરધારા (ઉ.વ.રપ) મવડી ચોકડી નજીક ઓફિસ રાખી સેલ્ફ ડ્રાઈવથી કાર ભાડે આપે છે. દોઢેક વર્ષ પહેલાં તેની સાથે કમિશનથી કામ કરતાં મિત્ર આકાશ પટેલ મારફત આરોપી સાથે પરિચય થયો હતો.ગઈ તા.14ના રોજ આરોપીએ તેને કોલ કરી મિત્રને રાજસ્થાન જવું હોવાથી તેની થાર પાંચ દિવસ ભાડે આપવા કહ્યું હતું.એક દિવસનું ભાડું રૂૂા.4 હજાર નકકી કર્યું હતું. બીજા દિવસે આરોપી તેની કાર ભાડે લઈ ગયો હતો. પાંચ દિવસ બાદ કોલ કરતાં આરોપીનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. એટલું જ નહીં આરોપીએ કારમાં લાગેલું જીપીએસ પણ બંધ કરી દીધું હતું.આજ સુધી આરોપીએ કાર પરત નહીં આપતાં આખરે તેના વિરૂૂધ્ધ રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version