Site icon Gujarat Mirror

જસાણી પાર્કની પરિણીતાને ગર્ભપાત માટે મજબૂર કરી ત્રાસ આપતા સાસરિયા સામે ફરિયાદ

પતિ-સાસુ-સસરા અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધાયો

શહેરના એરપોર્ટ રોડ ઉપર જસાણી પાર્કમાં રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ ગર્ભપાત માટે મજબુર કરી ત્રાસ આપતા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે પતિ, સાસુ-સસરા અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

જાણવા મળતી વિગત મુજબ જસાણી પાર્કમાં રહેતી પરણીતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ ધારવ શશીકાંતભાઈ મજેઠિયા, સસરા શશીકાંતભાઈ, સાસુ નયનાબેન અને નણંદ માનસીના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના લગ્ન છ વર્ષ પહેલા થયા હતાં. લગ્નગાળા દરમિયાન પતિ સહિતના સાસરિયાઓએ સારીરીક, માનસીક ત્રાસ આપી અવાર નવાર ગર્ભપાત માટે મજબુર કરી હતી. જે અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે પરણીતાની ફરિયાદ પરથી આરોપી સાસરિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version