ગુજરાત

બગસરાના લુધિયા ગામમાં PHC સબ સેન્ટરનું નબળું કામ થતું હોવાની ફરિયાદ

Published

on

અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલ આ ગામમાં હાલમાં ચાલી રહેલ પી એચ સિ સબ સેન્ટરનું કામ ચાલી રહેલ છે. આ કામ 26 લાખ રૂપિયા જેવી માતબર રકમનું કામ છે. જે કામ રાજકોટની ક્ધટ્રક્શન અજન્સી જે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કરવામાં આવે છે. પરંતુ આ કામમાં લોટ પાણીને લાકડા જેવું કામ ચાલી રહેલ છે. જ્યારે આ કામમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવે છે. જેમાં સિમેન્ટ પણ જામી ગયેલી વાપરવામાં આવે છે. અને જે સ્લેબમાં નાખવામાં આવતા લોખંડ પણ હાથથી ખેંચીને નીકળી જાય અને સાંધામાં પણ નબળી ગુણવત્તાનો માલ વાપરી સાંધા બુરવામાં આવે છે. જ્યારે સીડીની નીચે એટલો મોટો ગેબ છે કે આ ગેબ ભરવા સિમેન્ટની કોથળીઓના ડૂચા ભરાવી તેમાં માલ નાખી આ ગેબ ભરવામાં આવે છે. આટલી હદે નબળી કામગીરીથી અહીંના એક સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા અનેક વખત રજુવાતો કરી પરંતુ ખાતાકીય રીતે તેમને કોય જવાબ મળતો નથી.


આ બાબતે કાર્યપાલક ઈજનેર જૂનાગઢ ને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે અમો જે કામ કરીએ છીએ તે કામ સારી રીતે જ કરીએ છીએ. જ્યારે આ કામ છેલ્લા છ મહિનાથી ચાલી રહેલ છે. અને આ કામ ખુબ સારું મટીરીયલ વાપરીને ગુણવત્તાવાળું કામ કરીએ છીએ પરંતુ વાસ્તવમાં અહીંનું કામ ક્યાંક તેમના કહેવા કર્તા ક્યાંક વિરૂૂધ્ધ છે. જ્યારે આ બાબતે આસિસ્ટન્ટ એન્જિનિયર અમરેલીને વાત કરતા તેમણે જણાવ્યું કે અમો રેગ્યુલર વિઝીટ કરીએ છીએ જ્યારે નબળું કામ ચાલતું હોય તે કામને અમે લોકોએ એકથી બે વખત ખરાબ કામ હોવાથી તોડી પણ પાડવામાં આવ્યું હતું.અને કોન્ટ્રાક્ટરને કડક શબ્દોમાં પણ સૂચના આપવામાં આવી હતી કે હવે પછી નબળું કામ ન થવું જોઈએ પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની ચલાવી હાલમાં જે અહીંયા કામ કરવામાં આવે છે તેના કામમાં કોઈ ભલીવાર જ નથી તેવું લાગી રહ્યું છે.


જ્યારે આ ગામમાં પ્રથમ વખત સબ સેન્ટર ઊભું થતું હોય અને લોકોને વધુ સવલતો મળવા જઈ રહી હોય છે. ત્યારે આ ગામના લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ જ્યારે આ કામની અહીંના એક જાગૃત નાગરિક દ્વારા મુલાકાત લેતા જોવા મળ્યું કે આ તો લોકોના રૂૂપિયા ધુતવાનું કામ ચાલે છે. ત્યારે અહીંના લોકો ફરી એકવાર નિરાશ થઈ ગયા હતા. જે કામ અહીંના લોકોના હિત માટે કરવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ ગામનું હીતને બદલે અહિત ઈચ્છી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.જ્યારે આ જાગૃત નાગરિક દ્વારા પણ અવારનવાર પુરાવા સાથે કાર્યપાલક ઇજનેર તેમજ આસિસ્ટન્ટ એન્જિનિયરને પણ વિડીયો મોકલીને ફોનમાં વાત કરેલી હતી કે આ કામ નબળું ચાલે છે જ્યારે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. તો લોકોની માંગ છે કે આ ગામને જે સવલત મળવા જઈ રહી છે. તે સવલત એટલે કે સબ સેન્ટરનું કામ સરખી રીતે કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version