Site icon Gujarat Mirror

મોરબીના સિરામિક ઉદ્યોગ માટે રૂપિયા 50 લાખ સુધીના વળતરની જાહેરાત

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે મોરબીના વિશ્વપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. નિકાસ માટે મોકલેલા અંદાજે 1500 જેટલા ક્ધટેનરો પરત આવતા અને શિપિંગ લાઈનો દ્વારા વસૂલવામાં આવતા તોતિંગ સરચાર્જને કારણે ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. આ કપરા સમયમાં કેન્દ્ર સરકારે ઉદ્યોગકારોને રાહત આપતા 50 લાખ સુધીના વળતરની જાહેરાત કરી છે.

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે મુંદ્રા અને કંડલા પોર્ટ તેમજ દરિયાઈ માર્ગેથી મોરબીના અંદાજે 1,500 ક્ધટેનરો પરત આવ્યા છે. શિપિંગ કંપનીઓએ આ ક્ધટેનરો પર 500 થી 3,500 ડોલર સુધીનો સરચાર્જ અને લાખો રૂૂપિયાનો ડેમરેજ વસૂલ્યો છે. સ્થાનિક ઉદ્યોગકારોના મતે, પ્રત્યેક કારખાનેદારને 5 લાખથી લઈને 2 કરોડ રૂૂપિયા સુધીનો આર્થિક ફટકો પડ્યો છે.આ ગંભીર પિસ્થિતિ અંગે કેપેકસીએલ (CAPEXIL) ના સિરામિક ડિવિઝનના ચેરમેન નિલેશ જેતપરિયાએ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને રજૂઆત કરી હતી. જેના પગલે ભારત સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને અસરગ્રસ્ત એક્સપોર્ટરોને વધુમાં વધુ 50 લાખ સુધીનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી આર્થિક નુકસાન વેઠી રહેલા એકમોને મોટી રાહત મળવાની આશા છે.યુદ્ધના કારણે માત્ર મિડલ ઈસ્ટ જ નહીં, પરંતુ યુએસ સહિતના પશ્ચિમી દેશોમાં થતી નિકાસ પર પણ બ્રેક વાગી છે. મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ કે.જી. કુંડારિયાના જણાવ્યા અનુસાર યુદ્ધ પહેલા જે ભાડા હતા તેમાં અનેકગણો વધારો થયો છે. તોતિંગ સરચાર્જને કારણે યુએસ અને અન્ય દેશોમાં એક્સપોર્ટ બિઝનેસ લગભગ ઠપ્પ થઈ ગયો છે.

જો આ સ્થિતિ લાંબી ચાલશે તો મોરબીએ વૈશ્વિક માર્કેટ ગુમાવવાનો વારો આવી શકે છે.ગેસના ઊંચા ભાવ અને નિકાસમાં અવરોધને કારણે અંદાજે 450 જેટલા સિરામિક કારખાનાઓ હાલ બંધ હાલતમાં છે. ક્ધટેનર દીઠ 500 થી 3,500 ડોલરનો વધારાનો બોજ.પરત આવેલા માલ પર લાખો રૂૂપિયાનો દંડ.ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસરો જો લાંબી ખેંચાશે, તો મોરબીના સિરામિક ઉદ્યોગ માટે વૈશ્વિક સ્તરે ટકી રહેવું મોટો પડકાર બની રહેશે.

Exit mobile version