Site icon Gujarat Mirror

કોમર્સિયલ રાંધણ ગેસ બાટલો 17 રૂા. સસ્તો

ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત

ઇન્ડિયન ઓઇલે એલપીજી ગેસના ભાવમાં ઘટાડો કરી દીધો છે. માહિતી અનુસાર આજે 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 17 રૂૂપિયા સુધીનો ઘટાડો કરાયો છે.
આજે 1 મેના રોજ કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે 1868.50 રૂૂપિયાને બદલે 1851.50 રૂૂપિયા થઈ ગયો છે. જ્યારે મુંબઈમાં આ સિલિન્ડરની કિંમત હવે 1713.50 રૂૂપિયાને બદલે 1699 રૂૂપિયા અને ચેન્નાઈમાં 1921.50 રૂૂપિયાને બદલે 1906.50 રૂૂપિયા થઈ ગઈ છે.

જ્યારે દિલ્હીમાં 1747.50 રૂૂપિયામાં ઉપલબ્ધ થશે. જ્યારે ઘરેલું રાંધણ એલપીજી ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. ઘરેલુ એલપીજી ગેસના ભાવ 8 એપ્રિલના રોજ અપડેટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારે 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રુ.નો વધારો કર્યો હતો. 1 એપ્રિલના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો હતો.

Exit mobile version