ગુજરાત
લેણી રકમ વસુલવા મકાનનો કબજો સંભાળતું કલેક્ટર તંત્ર
પિરામલ હાઉસિંગ ફાઈનાન્સને સોપવામાં આવ્યું મકાન
રાજકોટ કલેકટર પ્રભવ જોશી અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર -1 ના માર્ગદર્શન હેઠળ મામલતદાર એસ. જે. ચાવડા, મામલતદાર, રાજકોટ શહેર(પૂર્વ) અને સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ મિલકતનો કબ્જો લીધો. કબજા માટેની નોટિ 29/11/2024 રોજ આપવામાં આવી હતી જેના અનુસંધાને આજે ડી. આર. પુરોહિત, નાયબ મામલતદાર દ્વારા તૈયાર કરી મામલતદાર, રાજકોટ શહેર(પૂર્વ)ની સહી કરી કબજો મેળવવામાં આવ્યો હતો.
પિરામલ હાઉસિંગ ફાઇનાન્સ લી. દ્વારા હંસાબેન ભોપાભાઈ વાઘેલા ની રાજકોટ શહેરના રેવન્યુ સર્વે નંબર 6 પૈકી ભગવતી પરા વિસ્તારમાં આવેલ ન્યુ સુખસાગર-2 શેરી નં-5 ના પ્લોટ નંબર 90 ની જમીન ચો.મી. 54-36 બરાબર ચો.વા.આ. 65-00 આવેલ મકાનનો કબજો તારીખ:-17/12/2024 ના રોજ ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ મિલકત નો કબ્જો લઈ પિરામલ હાઉસિંગ ફાઇનાન્સ લી. ના અધિકૃત અધિકારીને કબજો સોપવામાં આવ્યો. મિલકત ઉપર તા. 14/02/2019 સુધીની બાકી પડતી લહેણી રકમ રૂૂ. 17,35,610-00 પૈસા અને ત્યારબાદના ચડત વ્યાજની રકમની વસુલાત માટે કબજો લેવામાં આવ્યો.